શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2020: મનીષ પાંડેએ પકડ્યો સીઝનનો સૌથી શ્રેષ્ઠ કેચ, જુઓ બેટ્સમેનનું કેવું હતું રિએક્શન
મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા.
![IPL 2020: મનીષ પાંડેએ પકડ્યો સીઝનનો સૌથી શ્રેષ્ઠ કેચ, જુઓ બેટ્સમેનનું કેવું હતું રિએક્શન IPL 2020 Match 16 MI vs SRH: Superb catch by Manish Pandey against Mumbai Indians IPL 2020: મનીષ પાંડેએ પકડ્યો સીઝનનો સૌથી શ્રેષ્ઠ કેચ, જુઓ બેટ્સમેનનું કેવું હતું રિએક્શન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/05000309/manish-pandey-catch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીરઃ આઈપીએલ ટ્વિટર)
IPL 2020 MI vs SRH: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલે 2-2 વિકેટ લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત નબળી રહી હતી. 6 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. ડિકોકે 39 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા વડે 67 રન, સૂર્યકુમાર યાદવે 18 બોલમાં 6 ચોગ્ગા વડે 27 રન, ઈશાન કિશને 23 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 28 રન બનાવ્યા હતા. પોલાર્ડ 13 બોલમાં 3 છગ્ગા વડે 25 રન અને કૃણાલ પંડ્યા 4 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
મુંબઈની ઈનિંગ દરમિયાન દરમિયાન 15મી ઓવરમાં મનીષ પાંડેએ સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવીને બાઉન્ડ્રી પર પકડેલા શાનદાર કેચને જોઈ તમામ દંગ રહી ગયા હતા. આ ઓવરમાં સંદીપ શર્માના બોલ પર ઈશાન કિશને શાનદાર શોટ ફટકાર્યો હતો પરતુ બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા મનીષ પાંડેએ સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવીને શાનદાર કેચ પક્ડયો હતો.
પાંડેનો આ કેચ આઈપીએલ 2020ના સૌથી શ્રેષ્ઠ કેચ પૈકીનો એક છે. મનીષ પાંડેનો કેચ જોઈ તમામ હેરાન રહી ગયા હતા અને ઈશાન કિશન 31 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)