શોધખોળ કરો
Advertisement
IPL 2020 MI vs RR: મુંબઈએ ટોસ જીતીને બેટિંગ લીધી, કાર્તિક ત્યાગીનું IPL ડેબ્યૂ
બંને ટીમમાં મેચ વિનર ખેલાડીઓ હોવાથી રોમાંચક મુકાબલો થઈ શકે છે.
IPL 2020 MI vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 20મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમમાં મેચ વિનર ખેલાડીઓ હોવાથી રોમાંચક મુકાબલો થઈ શકે છે. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે.
રોહિતની નજર આજની મેચ જીતીને ટૉપ પર પહોંચવા પર રહેશે, તો વળી સામે રાજસ્થાન જીત મેળવીને લય હાંસલ કરવા પ્રયાસ કરશે. પૉઇન્ટ ટેબલમાં હાલની સ્થિતિની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સ પાંચમાંથી ત્રણ જીત અને બે હાર સાથે 6 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સ ચારમાંથી બે જીત અને બે હાર સાથે 4 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબરની પૉઝિશન પર છે.
મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), સૂર્ય કુમાર યાદવ, ઇશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, જોફ્રા આર્ચર, મહિપાલ લોમરોર, રાહુલ તેવતિયા, ટોમ કરન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત કાર્તિક ત્યાગી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement