શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020 SRH vs RR: રાજસ્થાને રોમાંચક મેચમાં હૈદરાબાદને 5 વિકેટથી આપી હાર, તવેટિયા ફરી હારની બાજી જીતમાં પલટી
159 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. 26 રન સુધીમાં બેન સ્ટોક્સ (5 રન), સ્ટીવ સ્મિથ (5 રન) અને જોસ બટલર (16 રન)ની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી.
PL 2020 SRH vs RR: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 26મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. હૈદરબાદે મેચ જીતવા આપેલા 159 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને ખલીલ અહમદને 2-2 સફળતા મળી હતી.
રાજસ્થાનની નબળી શરૂઆત, અંતમાં તવેટિયા-પરાગની ફટકાબાજી
159 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. 26 રન સુધીમાં બેન સ્ટોક્સ (5 રન), સ્ટીવ સ્મિથ (5 રન) અને જોસ બટલર (16 રન)ની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. 64 રનના સ્કોર પર ઉથપ્પા (18 રન) અને 78 રનના સ્કોરે સંજુ સેમસન (26 રન) આઉટ થઈ જતાં રાજસ્થાન હારી જશે તેમ લાગતું હતું. પરંતુ અહીંથી રિયાન પરાગે 26 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 42 રન તથા રાહુલ તેવટિયાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 45 રન બનાવી રાજસ્થાનને જીત અપાવી હતી
વાંચોઃ IPL Champions List: આઇપીએલમાં અત્યાર સુધીમાં કઈ ટીમ સૌથી વધુ વખત બની છે વિજેતા, કઈ ટીમે ક્યારે જીતી ટ્રોફી, જાણો વિગત
હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ ફટકારી અડધી સદી
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચક, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટને 1-1 સફળતા મળી હતી. હૈદરાબાદ તરફથી ડેવિ વોર્નરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 48 રન, બેયરસ્ટોએ 19 બોલમાં 16 રન, મનીષ પાંડેએ 44 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11:
ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને ટી નટરાજન
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11:
સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, રિયાન પરાગ, રાહુલ તેવટીયા, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion