શોધખોળ કરો

IPL Champions List: આઇપીએલમાં અત્યાર સુધીમાં કઈ ટીમ સૌથી વધુ વખત બની છે વિજેતા, કઈ ટીમે ક્યારે જીતી ટ્રોફી, જાણો વિગત

IPL All Seasons Winners List: મુંબઈ ઇન્ડિયન સૌથી વધુ સફળ આઇપીએલ ટીમ છે અને તેને ચાર વખત આ ટુર્નામેન્ટ જીતી છે અને એક વખત રનર્સ અપ રહી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ 2008ના વર્ષમાં થયો હતો અને હાલમાં તે શ્રેષ્ઠ ટ્વેન્ટી-20 લીગ માનવામાં આવે છે. મુંબઈ ઇન્ડિયન સૌથી વધુ સફળ આઇપીએલ ટીમ છે અને તેને ચાર વખત આ ટુર્નામેન્ટ જીતી છે અને એક વખત રનર્સ અપ રહી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે બે વખત આઇપીએલ ટ્રોફી મેળવી છે. કોરોના વાયરસને કારણે 2020ની સીઝન હાલ દુબઈમાં રમાઈ રહી છે. લીગ રાઉન્ડ લગભગ અડધો પૂરો થઈ ગયો છે ત્યારે દરેક સિઝનમાં કોણ વિજેતા બન્યું હતું તેની અહીં માહિતી છે. 2008ના આઇપીએલ વિજેતા- રાજસ્થાન રોયલ્સ શેન વોનની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સ ઇન્ડિય પ્રીમિયમ લીગની પ્રથમ એડિશનની વિજેતા બની હતી. પ્રથમ એડિશનમાં શેન વોટસન અને ગ્રીમ સ્મિથ જેવા અનુભવી બેટ્સમેન, યુસુફ પઠાણ જેવા વિસ્ફોટક બેટસમેન અને સોહૈલ તનવીર જેવા બોલરને કારણે ટીમ વિજેતા બની હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની ફાઇનલમાં તે વિજેતા બની હતી. 2009ના આઇપીએલ વિજેતા- ડેક્કન ચાર્જર્સ એડમ ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની ડેક્કન ચાર્જર્સ આઇપીએલની બીજી એડિશનમાં વિજેતા બની હતી. ટીમમાં હર્શીલ ગિબ્સ, એન્ડ્રુ સિમોન્ડ, રોહિત શર્મા, પ્રજ્ઞાન ઓઝા જેવા હિટર્સ હતા. એડમ ગિલક્રિસ્ટે 16 મેચમાં 495 રન સાથે મોટો ફાળો આપ્યો હતો. IPL Champions List: આઇપીએલમાં અત્યાર સુધીમાં કઈ ટીમ સૌથી વધુ વખત બની છે વિજેતા, કઈ ટીમે ક્યારે જીતી ટ્રોફી, જાણો વિગત 2010ના આઇપીએલ વિજેતા- ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રારંભિક ટુર્નામેન્ટમાં નિષ્ફળતા બાદ એમ એસ ધોનીની આ ટીમ ટ્રોફી મેળવવામાં સફળ રહી હતી. સુરેશ રૈના, મેથ્યુ હૈડન, એલ્બી મોર્કેલ, મુરલીધરન અને ધોની જેવા ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો. ચેન્નાઇ સુપર્સ કિંગ્સ સચિન તેંડુલકરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયનને હરાવીને ચેમ્પિયન બની હતી. . 2011ની ચેમ્પિયન- ચેન્નાઇ સુપર કિંગ્સ ચેન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલના ઇતિહાસમાં સળંગ બીજી વખત ફાઇનલમાં વિજેતા બનેલી પ્રથમ ટીમ બની હતી. અગાઉની ચેમ્પિયનને આરસીબીને ફાઇનલમાં હરાજીને ટ્રોફી જાળવી રાખી હતી. સીએસકેમાં માઇકલ હસ્સી જેવી ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં મહત્ત્વની ઇનિંગની રમી હતી. IPL Champions List: આઇપીએલમાં અત્યાર સુધીમાં કઈ ટીમ સૌથી વધુ વખત બની છે વિજેતા, કઈ ટીમે ક્યારે જીતી ટ્રોફી, જાણો વિગત 2012ની વિજેતા- કોલકતા નાઇટ રાઇડર્સ કોલકતા નાઇટ રાઇડર્સે અગાઉની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સને પરાસ્ત કરીને ટ્રોફીમાં મેળવી હતી. ફાઇનલમાં કેકેઆરના બેટ્સમેન્ટ સામે 190 રનનો પીછો કરવાનો પડકાર હતો. બિસ્લાએ 48 બોલમાં 89 રન ફટકારીને આ પડકારનો સામનો કર્યો હતો. ચેન્નાઇ સપર કિંગ્સ વતી સુરેશ રૈનાએ 38 બોલમાં 73 રન ફટકાર્યા હતા. 2013ની આઇપીએલ વિજેતાઃ મુંબઈ ઇન્ડિયન ફટકાબાજ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. ફાઇનલમાં બંને ટીમો સંતુલિત હતી. ફાઇનલમાં કિરોન પોલાર્ડ, લસિથ મલિંગા અને માઇકલ મિશેલ જોહનસન જેવા ખેલાડીઓ શાનદાર દેખાવ કર્યો હતો. 2014ના આઇપીએલ વિજેતા- કોલકતા નાઇટ રાઇડર્સ 2014ની ટુર્નામેન્ટ જીતને કોલકતા નાઇટ રાઇડર્સ બીજી વખત આઇપીએલ ટ્રોફી મેળનારી બીજી ટીમ બની હતી. 2012ની સિઝનની ફાઇનલમાં માનવિંદર બિસ્લા હીરો બન્યો હતો, જ્યારે 2014ની ફાઇનલમાં મનીષ પાંડેએ શાનદાર દેખાવ કર્યો હતો. કેકેઆરની ટીમે 199ના જંગી સ્કોરનો સફળ પીછો કર્યો હતો. મનીષ પાંડેએ 50 બોલમાં 94 રન ફટકાર્યા હતા. કેકેઆરના રોબિન ઉથપ્પાએ 16 ઇનિંગમાં 660 રન ફટકારીને ઓરેન્જ કપ જીત્યો હતો. 2015ની વિજેતા-મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ ટ્રોફીમાં બેથી વધુ વખત ચેમ્પિયન બનનારી ટીમમાં સીએસકે અને કેકેઆર ઉપરાંત મુંબઈ ઇન્ડિયન સામેલ થઈ હતી. મુંબઈ ઇન્ડિયનના સિમોન્સ, રોહિત શર્મા, અંબાતી રાયડુ અને કિરોન પોલાર્ડે શાનદાર દેખાવ કર્યો હતો. બોલિંગ આક્રમણની જવાબદારી મલિંગના શિરે હતી અને તેને ટુર્નામેન્ટમાં 24 વિકેટ લઈને પર્પલ કપ મેળવ્યો હતો. IPL Champions List: આઇપીએલમાં અત્યાર સુધીમાં કઈ ટીમ સૌથી વધુ વખત બની છે વિજેતા, કઈ ટીમે ક્યારે જીતી ટ્રોફી, જાણો વિગત 2016ની આઇપીએલ ચેમ્પિયનઃ સનરાઇઝર્સ હૈદરાબાદ 2016ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર આઠ રનથી રોયલ ચેલેન્જર્સને સામેની ફાઇનલ જીતી હતી. કેપ્ટન તરીકે સમગ્ર ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નરની કુનેહથી ટીમને સફળતા મળી હતી. આ સિઝનમાં વિરાટ કોહલીએ 16 ઇનિંગમાં ચાર સદી અને સાત અર્ધસદી ફટકારીને ઓરેન્જ કપ મેળવ્યો હતો. 2017ની આઇપીએલ ચેમ્પિયન- મુંબઈ ઇન્ડિન્સ મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની ઇતિહાસમાં બેથી વધુ વખત ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની હતી. મુંબઈ ઇન્ડિયન્સ અગાઉ 2013 અને 2015માં વિજેતા બની હતી. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ સામેની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયનનું વિજેતા માર્જિન માત્ર આઠ રનનું હતું. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માએ સમગ્ર ટુર્નામેન્ટમાં મહતત્વની ઇનિંગ રમી હતી. 2018ની વિજેતા- ચેન્નાઇ સુપર કિંગ્સ બેથી વખત આઇપીએલ ચેમ્પિયન બનનાર ચેન્નાઇ સુપરકિંગ્સ બીજી ટીમ બની હતી. બેટિંગ મોરચે અંબાતી રાયડુ અને શૈન વોટસને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોટાભાગની મેચમાં મહિન્દ્રા ધોનીએ છેલ્લી ઓવરમાં મહત્ત્વના રન ફટકારીને વિજયરથ આગળ ધપાવ્યો હતો. 2019ની વિજેતા- મુંબઈ ઇન્ડિયન્સ 2019ની ફાઇનલમાં બે દગ્ગજ ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે ફાઇનલમાં ફરી ટક્કર થઈ હતી. ફાઇનલ છેલ્લાં બોલ સુધી રોમાંચક બની હતી. સુપર ઓવરમાં છેલ્લાં બોલે મલિંગના ઓફ-કટરમાં એક રન મેળવવામાં શાર્દૂલ ઠાકુર નિષ્ફળ રહ્યો હતો અને મુંબઈ ઇન્ડિયન ચોથી વખત ચેમ્પિયન બની હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget