શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs RCB: બેંગ્લોરે રાજસ્થાનને 7 વિકેટથી આપી હાર, ડિવિલિયર્સના 22 બોલમાં અણનમ 55 રન
રાજસ્થાને મેચ જીતવા આપેલા 178 રનના લક્ષ્યાંકને આરસીબીએ 19.4 ઓવરમાં પાર પાડ્યો.
IPL 2020 RR vs RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 33મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો. રાજસ્થાને મેચ જીતવા આપેલા 178 રનના લક્ષ્યાંકને આરસીબીએ 19.4 ઓવરમાં પાર પાડ્યો હતો. ડીવિલિયર્સે 19મી ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકારી મેચનું પાસુ પલટી નાંખ્યું હતું.
આરસીબી તરફથી એબી ડિવિલિયર્સે 22 બોલમાં 1 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 55 રન ફટકાર્યા હતા. કોહલીએ 32 બોલમાં 43 રન અને પડ્ડીકલે 37 બોલમાં 35 રન બનાવ્યા હતા. ફિંચે 11 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું. ગુરકિત સિંહ 17 બોલમા 19 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી અને રાહુલ તેવટિયાને 1-1 વિકેટ મળી હતી.
આ પહેલા મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 177 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ક્રિસ મોરિસે 4 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન તરફથી સ્ટીવ સ્મિથે 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57 રન, ઉથપ્પાએ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન, જોસ બટલકે 25 બોલમાં 24 રન, બેન સ્ટોક્સે 19 બોલમાં 15 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે 26 રનમાં 4 અને ચહલે 34 રનમાં 2 વિકેટ લીધી હતી.
બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન:
એરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનઃ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement