શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs KXIP: મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનાવી દીધો આ મોટો રેકોર્ડ
પંજાબને તેના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 183 રનની પાર્ટનરશિપ કરી હતી.
IPL 2020 RR vs KXIP: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવમો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 223 રન ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી ફટકારવાની સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.
મયંક-રાહુલનો ઈતિહાસ
પંજાબને તેના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 183 રનની પાર્ટનરશિપ કરી હતી. મયંક અગ્રવાલે 50 બોલમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ 1 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 54 બોલમાં 69 રન બનાવ્યા હતા. આ બંનેની પાર્ટનરશિપ આઈપીએલના ઈતિહાસની સૌથી ત્રીજી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. બંનેએ આજે આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
આઈપીએલમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના નામે છે. આ બંનેએ આઈપીએલ 2019માં પ્રથમ વિકેટ માટે 185 રનની ભાગીદારી કરી હતી. જે બાદ બીજા નંબર ગૌતમ ગંભીર અને ક્રિસ લીનનું નામ છે. બંનેએ 184 રનની પાર્ટનરશિપ કરી હતી.
આ છે આઈપીએલની સૌથી મોટી ભાગીદારી
આઈપીએલમાં સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ શોન માર્શ અને એડમ ગિલક્રિસ્ટના નામે છે. 2011માં આ બંનેએ બીજી વિકેટ માટે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે આટલી મોટી પાર્ટનરશિપ નથી થઈ.
IPL 2020 RR vs KXIP: મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનીવી દીધો આ મોટો રેકોર્ડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement