શોધખોળ કરો
IPL 2020: જસપ્રીત બુમરાહ વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ ટી20 બોલર, કોણે આપ્યું આ નિવેદન ? જાણો
ઉલ્લેખનીય છે કે બુમરાહ આઈપીએલ 2020ના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ચાર વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી. તેના આ પદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

તસવીર આઈપીએલ ટ્વિટર
IPL 2020: ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર અને વર્તમાનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલિંગ કોચ શેન બોન્ડે જસપ્રીત બુમરાહને વર્લ્ડ ટી20ને સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. તેમણે કહ્યું ઈન્ડિનય પ્રીમિયર લીગમાં બુમરાહને બોલિંગ કરતો જોવા હંમેશા શાનદાર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુમરાહ આઈપીએલ 2020ના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ચાર વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી. તેના આ પદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં શેન બોન્ડે કહ્યું, જસપ્રીત બુમરાહને બોલિંગ કરતો જોવો એ સન્માનની વાત છે. તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ટી20 બોલર છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં દિલ્બી કેપિટલ્સ સામે બુમરાહ અને બોલ્ટે પોતાની શરૂઆતની ચાર ઓવરમાં જ મુંબઈની જીત નક્કી કરી દિધી હતી. આ મેચમાં બુમરાહે 14 રન આપી 4 વિકેટ ઝડપી હતી. બોલ્ટે 9 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
વધુ વાંચો





















