શોધખોળ કરો
Advertisement
IPL: 10.75 કરોડમાં ખરીદાયેલો આ સ્ટાર બેટ્સમેન સાવ માથે પડ્યો, છેલ્લા 6 બોલમાં 14 રન ના કરી શકતાં ટીમ હારી ગઈ
પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ છ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.
દુબઈઃ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે શનિવારે ફરી એક વાર હારનો સામનો કરવો પડ્યો. કોલકાત્તા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ માત્ર બે રને હારી ગયું. આ હારમાં પણ પ્રીતિ ઝિંટાએ મોંઘા ભાવે ખરીદેલો ઓસ્ટ્રેલિયાનો તોફાની બેટ્સમેન ગણાતો ગ્લેન મેક્સવેલ નિમિત્ત બન્યો.
છેલ્લી ઓવરમાં પંજાબને જીત માટે 14 રન જોઈતા હતા ને સામે સ્પિનર બોલિંગમાં હતો, સ્ટ્રાઈ મેક્સવેલ પાસે હતી પણ મેક્સવેલ છ બોલમાં 14 રન નહોતો કરી શક્યો. મેચને સુપર ઓવરમાં લઈ જવા માટે છેલ્લા બોલમાં સિક્સjની જરૂર હતી પરંતુ ગ્લેન મેક્સવેલે બાઉન્ડ્રી મારતાં પંજાબ બે રને મેચ હારી ગયું હતું.
તસવીર -આઈપીએલ
ગ્લેન મેક્સવેલે મેચની છેલ્લી ઓવરના પહેલા બોલે 2 રન લેતાં 5 બોલમાં 12 રનની જરૂર હતી. કોઈ પણ વિશ્વ કક્ષાનો બેટ્સમેન 5 બોલમાં 12 રન કરી શકે પણ મેક્સવેલ ના કરી શક્યા. મેક્સવેલે બીજા બોલે રન નહોતો લીધો. ત્રીજા બોલે બાઉન્ડ્રી મારી પણ ચોથા બોલે લેગ બાયનો રન લઈને મોટી ભૂલ કરી. લેગ બાયના કારણે મનદીપસિંહ સ્ટ્રાઈક પર આવ્યો કે જે એક પણ બોલ નહોતો રમ્યો. સુનિલ નારાયણે તેને સિક્સ મારવા લલચાવ્યો તેમાં કેચઆઉટ થયો પણ મેક્સવેલ ફરી સ્ટ્રાઈક પર આવતાં તેને છેલ્લા બોલે સિક્સર મારીને હીરો બનવાની તક હતી પણ મેક્સવેલ ચાર રન જ કરી શકતાં પંજાબ હારી ગયું.
પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ છ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.
પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો કોટ્રેલ સાવ માથે પડ્યો છે.
મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને 7 મેચોમાં તેણે માત્ર 58 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે. મેક્સવેલે છ મેચમાં સાત ઓવર નાંખી છે તેમાં 65 રન આપીને માત્ર 1 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement