શોધખોળ કરો
Advertisement
IPL 2020: દિલ્હી કેપિટલ્સની ટીમમાં થશે બદલાવ, આ આક્રમક બેટ્સમેનની થશે બાદબાદી
પૃથ્વીનું ફોર્મ દિલ્હી માટે ચિંતાનો વિષય છે. તેણે છેલ્લી 8 ઇનિંગ્સમાં 6.1ની એવરેજથી 49 રન કર્યા છે. આ દરમિયાન તે ત્રણ વાર શૂન્ય રને આઉટ થયો છે.
નવી દિલ્હીઃ IPL 2020ની ક્વોલિફાયર-2 એટલે કે એક રીતે સેમિફાઇનલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે રમશે. દિલ્હી કેપિટલ્સની ટીમ હૈદરાબાદ સામે નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી શકે છે.
પૃથ્વીનું ફોર્મ દિલ્હી માટે ચિંતાનો વિષય છે. તેણે છેલ્લી 8 ઇનિંગ્સમાં 6.1ની એવરેજથી 49 રન કર્યા છે. આ દરમિયાન તે ત્રણ વાર શૂન્ય રને આઉટ થયો છે. ચાલુ સીઝનમાં પૃથ્વી 13માંથી 5 વાર જ ડબલ ડિજિટમાં સ્કોર નોંધાવી શક્યો છે. આ સ્થિતિમાં દિલ્હી તેને અગત્યના મુકાબલામાં ડ્રોપ કરે અને અજિંક્ય રહાણે શિખર ધવન સાથે ઓપનિંગ કરે તેમ બની શકે છે. ઉપરાંત ડેનિયલ સેમ્સને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. પ્લેઇંગ-11માં શિમરોન હેટમાયર અને હર્ષલ પટેલ તેમને રિપ્લેસ કરી શકે છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ અજિંક્ય રહાણેને શિખર ધવનના સાથી ઓપનર તરીકે ક્વોલિફાયર ટૂમાં મોકો નહીં આપે. દિલ્હી સ્ટાર ઓલરાઉન્ડર્સ માર્કસ સ્ટોયનિસને ધવન સાથે ઓપનિંગમાં ઉતારી શકે છે. શિખર ધવન ચાલુ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે બે સદીની મદદથી 525 રન બનાવ્યા છે.
દિલ્હીની આજની સંભવિત ટીમ: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, હર્ષલ પટેલ, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે
હૈદરાબાદની આજની સંભવિત ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી/રિદ્ધીમાન સાહા, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજ
અમદાવાદઃ યુવક પત્નિ સાથે કેવી વિચિત્ર રીતે શારીરિક સંબંધો બાંધતો કે પત્નિ પહોંચી પોલીસ પાસે ?
દેશના આ મોટા રાજ્યમાં દિવાળી બાદ ખૂલશે સ્કૂલો અને મંદિરો, મુખ્યમંત્રીએ ફટાકડાં ન ફોડવાની કરી અપીલ
કમલાને 31 વર્ષ મોટા પોલિટિશિયન સાથે હતું અફેર, કમલાના પ્રેમીને હવે 50 વર્ષ નાની યુવતી સાથે છે સંબંધ, ફંડરેઈઝર સાથેના સંબંધથી પણ બન્યો છે બાપ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement