શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs RCB: આવી હોઈ શકે છે રાજસ્થાન અને બેંગલોરની પ્લેઈંગ ઈલેવન,જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રેડિક્શન
આઈપીએલમાં આજે પ્રથમ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે બપોરે 03:30 વાગ્યે દુબઈમાં રમાશે. આ સીઝનમાં બીજી વખત આ બંને ટીમો ટકરાશે.
RR vs RCB:આઈપીએલમાં આજે પ્રથમ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે બપોરે 03:30 વાગ્યે દુબઈમાં રમાશે. આ સીઝનમાં બીજી વખત આ બંને ટીમો ટકરાશે. આ પહેલા જ્યારે બંને ટીમે સામ સામે હતી, તો આરસીબીએ બાજી મારી હતી. એવામાં રાજસ્થાન હારનો બદલો લેવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. આ સીઝનમાં અત્યાર સુધીમાં આઠ મેચમાંથી પાંચમાં જીત મેળવી ચૂકેલી રૉયલ ચેલેન્જર્સ બેંગલોર આ મેચમાં ફેવરેટ રહેશે. જ્યારે રાજસ્થાન પર સારો દેખાવ કરવાનો દબાવ રહેશે.
સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના આવવાથી રાજસ્થાનની ટીમ ખૂબ જ સંતુલિત જોવા મળી રહી છે. પરંતુ કેપ્ટન સ્ટીવ સ્મિથને સ્ટોક્સને મિડલ ઓર્ડરમાં રમાડવા જોઈએ અને જોસ બટલર સાથે રોબિન ઉથપ્પાને ઈનિંગની શરૂઆત કરવાની તક આપવી જોઈએ. જેનાથી રાજસ્થાનનો મિડલ ઓર્ડર મજબૂત થશે.
Weather Report- કેવું રહેશે હવામાન
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબાલમાં મોસલ એકદમ સાફ રહેશે. પરંતુ ખેલાડીઓને અહીં ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. આ બપોરની મેચ છે, એટલે ઓસની કોઈ ભૂમિકા નહી રહે. એવામાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગનો નિર્ણય કરી શકે છે.
Pitch Report- પિચ રિપોર્ટ
અબુ ધાબીના શેખ જાયદ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની તુલનામાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એકદમ અલગ છે. પરંતુ સાઈઝના હિસાબથી ખૂબ જ મોટુ ગ્રાઉન્ડ છે પરંતુ અહીં સ્પિનર્સ થોડી મદદ મળી શકે છે. એવામાં બંને ટીમો બે-બે લીડ સ્પિનર્સ સાથે મેદાન પર ઉતરી શકે છે.
મેચ પ્રેડિક્શન
અમારૂ મેચ પ્રેડિક્શન મીટર કહે છે કે આ મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત મળશે. પરંતુ મેચમાં ટક્કર થવાની સંભાવના છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાજસ્થઆન રૉયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોબિન ઉથપ્પા, જોસ બટલર, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ,રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને જયદેવ ઉનડકટ.
આરસીબીની સંભવિત પ્લેઈંગ ઈલેવન- દેવદત્ત પડિકલ, આરોન ફિંચ, વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડિવિલિયર્સ, વોશિંગટન સુંદર, શિવમ દૂબે, ક્રિસ મોરિસ, ઈસુરૂ ઉદાના,નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને યુજવેંદ્ર ચહલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion