શોધખોળ કરો
Advertisement
IPL 2021 Auction: હરાજીમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકર કેટલામાં વેચાયો ? કઈ ટીમે ખરીદ્યો ? જાણો
અર્જુન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરતા જોવા મળ્યો છે. તે ટીમ સાથે છેલ્લા ઘણા સીઝનથી નેટ બોલિંગની ભૂમિકા ભજવી રહ્યો છે.
ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં 291 ખેલાડીઓ પર બોલી લાગી હતી. ટૂર્નામેન્ટના ઓક્શનમાં પહેલીવાર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પર પણ બોલી લાગી હતી. અર્જુન તેંડુલકર પર સૌની નજર હતી. તેના પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે બોલી લગાવી હતી.
મુંબઈએ અર્જુન તેંડુલકરને તેની બેઝ પ્રાઈઝની કિંમત 20 લાખમાં ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહ્યો હતો.
અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરતા જોવા મળ્યો છે. તે ટીમ સાથે છેલ્લા ઘણા સીઝનથી નેટ બોલિંગની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આ સીઝનમાં અર્જુન ખેલાડી તરીકે ટીમમાં જોડાશે.
અર્જુન તેંડુલકરને આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઇની ટીમ તરફથી રમવાની તક મળી હતી. આ ટૂર્નામેન્ટ રમ્યા પછી જ અર્જુન હરાજી માટે ક્વોલિફાય થયો હતો.
આ હરાજીમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો બન્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય કાઈલ જેમિસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement