IPLમાં કોરોનાએ એન્ટ્રી કરતા વધુ એક મેચ ટળી, કોરોનાના કારણે ધોનીની ટીમે રાજસ્થાન સામે રમવાની ના પાડી, જાણો વિગતે
ચેન્નાઇની ટીમને (CSK) અહીં રાજસ્થાનની (RR) સાથે સાંજે 7 વાગે મેચ રમાવવાની હતી. રિપોર્ટ્સનુ માનીએ તો ચેન્નાઇની ટીમ તરફથી આને સ્થગિત કરવાની વાત કહેવામાં આવી હતી. ટીમ અહીં મેચ રમવા માટે તૈયાર ન હતી.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝન પર કોરોનાનુ સંકટ (Covid-19 Cases) ધીમે ધીમે વધવા લાગ્યુ છે. સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી મેચને સ્થગિત (IPL Match Abandoned) કરી દેવી પડી હતી. હવે જાણકારી મળી છે કે બુધવારે 5 મેએ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાનારી મેચને પણ ટાળી દેવામાં આવી છે.
પીટીઆઇ (PTI) અનુસાર, બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી મેચને હાલ પુરતી સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ચેન્નાઇની ટીમને (CSK) અહીં રાજસ્થાનની (RR) સાથે સાંજે 7 વાગે મેચ રમાવવાની હતી. રિપોર્ટ્સનુ માનીએ તો ચેન્નાઇની ટીમ તરફથી આને સ્થગિત કરવાની વાત કહેવામાં આવી હતી. ટીમ અહીં મેચ રમવા માટે તૈયાર ન હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે દિલ્હીમાં 2જી મેએ ટૂર્નામેન્ટની 29મી મેચ રમાઇ હતી. આ પહેલા કોલકત્તાની ટીમ વિરુદ્ધ મેચ રમવાના કારણે દિલ્હીની ટીમને ક્વૉરન્ટાઇન થવાની સલાહ આપવામાં આવી હતી. હવે દિલ્હીમાં ચેન્નાઇની ટીમને આગળની મેચ રમવાની છે, જેના માટે ટીમ તૈયાર નથી.
સોમવારે કોલકત્તાની ટીમ સ્પીનર વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર સંદીપ વૉરિયરનો કોરના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ પછી સોમવારે સાંજની મેચને સ્થગિત કરી દેવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કોલકત્તાના સંપર્કમાં આવનારી તમામ ટીમોને સાવધાની અને સતર્કતા રાખવાનુ કહેવામાં આવ્યુ છે.
IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સના 3 સદસ્ય થયા કોરોના સંક્રમિત, પ્રેક્ટિસ સેશન રદ્દ
આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બે સભ્યો અને બસ ડ્રાઇવર કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જેના કારણે તેઓ બાકીની ટીમથી અલગ થઈ ગયા હતા. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા ચેન્નઈની ટીમ પોતાનું પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધુ હતુ. જાણકારી અનુસાર કોલોકાતાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.