IPLમાં કોરોનાના કેર યથાવત, ખેલાડીઓ બાદ હવે CSKના બેટિંગ કૉચ માઇક હસીને લાગ્યો કોરોનાનો ચેપ
હસીના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ મંગળવારે આવ્યો. આઇપીએલના સુત્ર અનુસાર, હસીનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનુ સેમ્પલ પૉઝિટીવ આવ્યુ. આ પછી તેનુ ફરીથી ટેસ્ટ સેમ્પલ મોકલ્યુ તે પણ પૉઝિટીવ આવ્યુ હતુ.
નવી દિલ્હીઃ કોરોનાના કારણે હાલ આઇપીએલને (IPL 2021) રદ્દ કરી દેવામાં આવી છે, છતાં પણ કોરોનાનો કેર યથાવત છે. ખેલાડીઓ બાદ હવે ચેન્નાઇ સુપર કિંગ્સના (CSK) બેટિંગ કૉચ (CSK Batting Coach) માઇકલ હસી (Mike Hussey) કોરોના સંક્રમિત થયા છે. આના એક દિવસ પહેલા ટીમના બૉલિંગ કૉચ એલ બાલાજી (L Balaji) પણ કોરોના પૉઝિટીવ (Tested Covid-19 Positive) થયા હતા.
બાયૉ બબલમાં (Bio Bubble) કોરોના સંક્રમણ ફેલાવવાના કારણે આઇપીએલની 14મી સિઝનને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત (IPL Suspended) કરી દેવામાં આવી છે. આના થોડાક કલાકો બાદ આ જાણકારી આપવામાં આવી હતી. હસીના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ મંગળવારે આવ્યો. આઇપીએલના સુત્ર અનુસાર, હસીનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનુ સેમ્પલ પૉઝિટીવ આવ્યુ. આ પછી તેનુ ફરીથી ટેસ્ટ સેમ્પલ મોકલ્યુ તે પણ પૉઝિટીવ આવ્યુ હતુ.
સોમવારે બાલાજી પણ થયા હતા કોરોના સંક્રમિત....
સોમવારે સીએસકેના બૉલિંગ કૉચ બાલાજીની સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ સંદિપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમણ ફેલાવવાથી બે આઇપીએલ મેચોને સ્થગિત પણ કરવી પડી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પીનર અમિત મિશ્રાનો કૉવિડ-19 પૉઝિટીવ આવ્યા બાદ લીગને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સપ્ટેમ્બરમાં રમાઇ શકે છે બાકી બચેલી મેચો.....
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામા આવ્ય છે કે આઇપીએલની બાકી બચેલી મેચો માટેની વિન્ડો સપ્ટેમ્બરમાં ખુલવાની સંભાવના છે. જોકે આ વાત પર હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને IPL 2021 પુરી કરવા માટે ઓછામાં ઓછા 20-30 દિવસનો સમયગાળો જોઇએ. માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં આઇપીએલ માટે વિન્ડો મળી શકે છે, કેમકે આ પછી મોટી ઇવેન્ટ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, જો ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે. વર્લ્ડકપના આયોજન બાદ પછી વાર્ષિક ક્રિકેટ કેલેન્ડરમાં સ્લૉટ કાઢવો માર્ચ સુધી સંભવ નહીં થઇ શકે, ત્યાં સુધી આગામી આઇપીએલ 2022નો સમય નજીક આવી જશે.