CSKનો આ સ્ટાર ઓલરાઉન્ડર થયો ઘાયલ, ટીમને નવો ખેલાડી લેવાની મંજૂરી, જાણો ક્યા ચારમાંથી એકની થશે પસંદગી ?
રિપોર્ટ છે કે, સેમ કરનના રિપ્લેસમેન્ટ તરીકે વેસ્ટ ઇન્ડિઝના ડોમિનિક ડ્રેક્સને સાઇન કર્યો છે.
નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલ 2021ની બચેલી મેચો માટે ઇજાગ્રસ્ત સેમ કરનના રિપ્લેસમેન્ટ તરીકે ખેલાડીઓના નામની તપાસ શરૂ કરી દીધી હતી, હવે આખરે આમાં ચાર નામ સામેલ હતા, જેમાંથી એકની પસંદગી થઇ છે. રિપોર્ટ છે કે, સેમ કરનના રિપ્લેસમેન્ટ તરીકે વેસ્ટ ઇન્ડિઝના ડોમિનિક ડ્રેક્સને સાઇન કર્યો છે.
ચેન્નાઇ સુપર કિંગ્સે ડોમિનક ડ્રેક્સને સાઇન કર્યો છે, જેને અત્યાર સુધી 1 ફર્સ્ટ ક્લાસ, 25 લિસ્ટ એ અને 19 ટી20 મેચ રમી છે. જોકે ખાસ વાત છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ પાસે ડોમિનિક ડ્રેક્સ ઉપરાંત બીજા ત્રણ ખેલાડીઓ પણ અવેલેબલ હતા, જેમાં વેસ્ટ ઇન્ડિઝના ફિડેલ એડવર્ડ્સ, શેલ્ડૉન કૉટરેલ અને રવિ રામપાલનુ નામ છે. ડ્રેક્સની પસંદગી કરવા પાછળનુ કારણ તે હાલમાં દુબઇમાં જ છે.
ઉલ્લેખનીય છે કે, સેમ કરને શનિવારે અબુધાબીમાં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેચ બાદ પીઠનો દુઃખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં ટેસ્ટ બાદ જાણવા મળ્યુ કે તેને પીઠના નીચેના ભાગમાં ઇજાના કારણે અત્યાર ક્રિકેટ રમવા માટે ફિટ નથી. સીએસકેની સીઇઓ વિશ્વનાથને એ પણ ખુલાસો કર્યો હતો કે ઇજાગ્રસ્ત સેમ કરન ઇંગ્લેન્ડ પરત ફરશે.
ચેન્નાઇ સુપર કિંગ્સની છેલ્લી લીગ મેચ ગુરુવારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાવવાની છે. ટીમ આ પૉઇન્ટ પૉઇન્ટ ટેબલમાં 18 પૉઇન્ટની સાથે બીજા નંબર પર છે. ટીમની કોશિશ છે કે ટૉપ બે ટીમોમાં રહેવુ કેમ કે જો આવુ થાય છે તો તેમને આઇપીએલ ફાઇનલમાં પહોંચવાના બે મોકા મળશે.
ચેન્નાઇ બેશક પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ છેલ્લી બે મેચોમાં મળેલી હારે તેની ચિંતાઓ વધારી દીધી છે. ટીમને છેલ્લી બે મેચોમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ ક્રમશઃ ત્રણ અને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.