શોધખોળ કરો

આજની મેચમાં મજબૂત મુંબઇની ટીમ સામે RCB લાગી રહી છે કમજોર, જુઓ કેવી હશે કોહલીને Playing 11....

રોહિત શર્માની ટીમ છેલ્લા બે વર્ષથી આઇપીએલ વિજેતા રહી છે. રોહિતની નજર આ વખતે ખિતાબી હેટ્રિક પર છે. જોકે ટીમને પ્રથમ મેચમાં ડી કૉકના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ડીકૉકની જગ્યાએ ક્રિસ લીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડીકૉક ક્વૉરન્ટાઇનમાં હોવાથી મેચ નહીં રમી શકે.

Mumbai Indians Vs Royal Challengers Banglore 1st Match Preview: કોરોના વાયરસ મહામારીની વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની આજથી શરૂઆત થઇ રહી છે. શુક્રવારે ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે આજે ઓપનિંગ મેચ રમાશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની નજર વિજયી શરૂઆત કરવા પર છે, તો વળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 2013 બાદ પહેલીવાર ઓપનિંગ મેચને પોતાના નામે કરવા મેદાને ઉતરશે.  

રોહિત શર્માની ટીમ છેલ્લા બે વર્ષથી આઇપીએલ વિજેતા રહી છે. રોહિતની નજર આ વખતે ખિતાબી હેટ્રિક પર છે. જોકે ટીમને પ્રથમ મેચમાં ડી કૉકના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ડીકૉકની જગ્યાએ ક્રિસ લીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડીકૉક ક્વૉરન્ટાઇનમાં હોવાથી મેચ નહીં રમી શકે. ટીમમાં ઓપનિંગ બાદ સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કીરોન પોલર્ડ, ઇશાન કિશન છે, જ્યારે બૉલિંગ એટેકમાં ટ્રેન્ટ બૉલ્ટ, રાહુલ ચહર અને બુમરાહ છે. 

મુંબઇની સામે કમજોર લાગી રહી છે આરસીબી....
મુંબઇ ઇન્ડિયન્સની સરખામણીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ નબળી લાગી રહી છે. કેપ્ટન વિરાટ કોહલી દેવદત્ત પેડિકલની સાથે મળીને ઓપનિંગ કરશે, પરંતુ ટીમની મોટાભાગની જવાબદારી કેપ્ટનના ખભા પર રહેશે. 

ખાસ વાત છે કે આરસીબીએ વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પર 14.2 કરોડનો દાંવ લગાવીને પોતાની ટીમના મીડલ ઓર્ડને મજબૂત કરવા કોશિશ કરી છે. એબી ડિવિલિયર્સ નંબર ચાર પર છે, સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે.

આવી હોઇ શકે છે Playing 11.....
મુંબઇ ઇન્ડિયન્સ.... ક્રિસ લિન, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન (વિકેટકીપર), કીરોન પોલર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, નાથન કુલ્ટર નાઇલ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ....

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર..... વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિકલ, મોહમ્મદ અઝરુદ્દીન, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ડેનિયલ ક્રિસ્ટિયન, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કાઇલ જેમીસન, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget