(Source: ECI/ABP News/ABP Majha)
મરાઠી ગીત પર નાચી આઇપીએલની આ આખી ટીમ, પહેલીવાર ડાન્સ કરતો દેખાયો કેપ્ટન, જુઓ વીડિયો
સોશ્યલ મીડિયા પર મુંબઇ ઇન્ડિયન્સના (Mumbai Indians) ખેલાડીઓનો જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થયો છે, ખાસ વાત છે કે આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા ડાન્સ (Rohit Sharma Dance) કરતો દેખાઇ રહ્યો છે અને ટીમના સાથે ખેલાડીઓ પણ સ્ટેપ મીલાવી રહ્યાં છે. જુઓ વીડિયો (Mumbai Indians Video) ....
મુંબઇઃ આઇપીએલની 14મી સિઝન (IPL 2021) આગામી 9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. મેચો પહલાં જ ખેલાડીઓ મસ્તી સાથે એન્જૉય કરી રહ્યાં છે. આઇપીએલની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (MI vs RCB) વચ્ચે રમાવવાની છે. આ મેચને લઇને ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઇપીએલના એક્સાઇટમેન્ટમાં કોઇ ખેલાડી સોશ્યલ મીડિયા (Social Media) પર મેચના પ્રેક્ટિસના વીડિયો નાંખી રહ્યાં તો વળી કોઇ ગીત અને ડાન્સ મસ્તીના (Dance Video). હવે સોશ્યલ મીડિયા પર મુંબઇ ઇન્ડિયન્સના (Mumbai Indians) ખેલાડીઓનો જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થયો છે, ખાસ વાત છે કે આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા ડાન્સ (Rohit Sharma Dance) કરતો દેખાઇ રહ્યો છે અને ટીમના સાથે ખેલાડીઓ પણ સ્ટેપ મીલાવી રહ્યાં છે. જુઓ વીડિયો (Mumbai Indians Video) ....
ખરેખરમાં, આ વીડિયોમાં રોહિત શર્મા (Rohit Sharma) હિટ મેન મરાઠી ગીત પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. રોહિતનો આ વીડિયો મુંબઇ ઇન્ડિયન્સે (MI Team) પોતાના ઇન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. તેના ફોલોઅર્સ પણ આ વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. લાખોની સંખ્યા લાઇક્સ અને હજારોની સંખ્યમાં કૉમેન્ટ મળી છે.
વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા સાથે આખી ટીમના ખેલાડીઓ નાચી રહ્યાં છે, આ એક મરાઠી ગીત છે. વીડિયોમાં રોહિત શર્મા પહેલીવાર આ રીતે ડાન્સ કરતો દેખાયો છે. રોહિતની સાથે સૂર્યકુમાર યાદવ, પંડ્યા બ્રધર્સ અને બુમરાહ નાચતા દેખાઇ રહ્યાં છે.
રોહિત શર્મા આઇપીએલમાં સૌથી સક્સેસ કેપ્ટન રહ્યો છે. હિટમેનની કેપ્ટનશીપમાં મુંબઇએ અત્યાર સુધી 5 વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે.
આ વખતે 9મી એપ્રિલ 2021થી શરૂ થઇ રહેલી આઇપીએલ ટૂર્નામેન્ટમાં કુલ 56 લીગ મેચ રમાશે. તમામ મેચો ચેન્નાઇ, કોલકત્તા, બેંગ્લૉર, મુંબઇ અને અમદાવાદમાં આયોજિત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને આ વખતે આઇપીએલની તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.