આ તોફાની બેટ્સમેનો ફટકાર્યો એવો બૂલેટ શૉટ કે રોહિત શર્માને બૉલ વાગતા વાગતા રહી ગયો, જુઓ વીડિયો
મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી, જેને દર્શકો અને ક્રિકેટરોને ગભરાવી દીધા હતા. ખરેખરમાં ડી કૉકના શૉટથી રોહિત શર્મા સહેજ માટી બચી ગયો હતો.
દુબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે ગુરુવારે રમાયેલી IPLની મેચમાં રોહિત શર્માને મોટી ઇજા થતાં થતાં બચી ગઇ હતી, મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી, જેને દર્શકો અને ક્રિકેટરોને ગભરાવી દીધા હતા. ખરેખરમાં ડી કૉકના શૉટથી રોહિત શર્મા સહેજ માટી બચી ગયો હતો.
ઘટના એવી છે કે, મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગની 9મી ઓવરમાં ક્વિન્ટૉન ડી કૉક સ્ટ્રાઇક પર હતો, અને કોલકત્તા નાઇટ રાઇડર્સનો બૉલર આંદ્રે રસેલ બૉલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના બીજો બૉલ બિલકુલ ક્વિન્ટૉન ડી કૉકના રડારમાં આવ્યો અને તેને પુરેપુરી તાકાતથી શૉટ ફટકાર્યો, તો બૉલ મિડ ઓફ તરફ ગયો હતો.
જોકે, બૉલ એટલો સ્પીડમાં હતો કે રોહિત શર્માને જમીન પર પડી જઇને પોતાની જાતને બચાવવી પડી હતી. રોહિત શર્માને જો આ બૉલ વાગ્યો હોય તો મોટી દૂર્ઘટના થવાની સંભાવના હતી, ડી કૉકના આ બૂલેટ શૉટથી બચવા માટે રોહિત શર્માની પાસે અડદી સેકન્ડથી પણ ઓછો સમય હતો અને રોહિત સમજદારીથી બચી ગયો. આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આ ઘટનાને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
#IPL2021SecondPhase #RohitSharma #DeKock pic.twitter.com/60nYeVwNe1
— Shubham Sharma (@Shubham73106588) September 23, 2021
મેચની વાત કરીએ તો કેકેઆરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની ટીમની શરૂઆત સારી રહી પરંતુ પાછળથી ધરાશાયી થઇ ગઇ હતી. મુંબઇની ટીમે 20 ઓવર રમીને 6 વિકેટના નુકસાને 155 રન બનાવ્યા હતા. મુંબઇ માટે સર્વાધિક 55 રન ક્વિન્ટૉન ડી કૉકે બનાવ્યા, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલક્તા નાઇટ રાઇડર્સે 15.1 ઓવરમાં 3 વિકેટ પર 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ તે આઇપીએલ 2021ના પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઇ છે. વળી, ચોથા નંબર પર કાબિલ મુંબઇ ઇન્ડિયન્સ છઠ્ઠા નંબર પર ખસકી ગઇ છે.