શોધખોળ કરો
IPL ઓક્શનઃ ગુજરાતી ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, આ સ્ટાર ક્રિકેટરને કોઈએ ન ખરીદ્યો
1/6

ચેતેશ્વર પૂજારાઃ સૌરાષ્ટ્રનો રન મશીન અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ગણાતા ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. 50 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ ધરાવતાં પૂજારાને ટીમમાં સામેલ કરવા કોઈએ રસ દાખવ્યો નહોતો. 66 ટેસ્ટ રમી ચુકેલો પૂજારા માત્ર 5 જ વન ડે રમ્યો છે. જ્યારે 58 T20માં 105.2ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
2/6

જયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Published at : 19 Dec 2018 08:14 AM (IST)
View More





















