શોધખોળ કરો
IPL 2019 હરાજીઃ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પર થયો રૂપિયોનો વરસાદ, હવે કરોડોમાં રમશે

1/4

અન્ય એક કેરેબિયન વિકેટકીપર નિકોલસ પૂરનને કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની સાથે જોડ્યો હતો. પૂરનની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી અને તેને 4.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
2/4

વેસ્ટ ઇન્ડીઝ અન્ય ખેલાડી અને ઓપનર બેટ્સમેન શિમરોન હેટમેયરને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ હરાજીમાં હેટમેયરની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. તાજેતરમાં ભારતના પ્રવાસ દરમિયાન હેટમેયરે 50થી વધુની એવરેજથી વન ડે સિરીઝમાં 259 રન બનાવ્યા હતા.
3/4

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલ રાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટને કોલકાતા નાઇટ રાઇડર્સે 5 કરોડમાં ખરીદ્યો હતો. બ્રેથવેઇટની બેઝ પ્રાઇસ 70 લાખ રૂપિયા હતી. મહત્વપૂર્ણ છે કે બ્રેથવેઇટ તે જ ખેલાડી છે જેને વર્ષ 2016ની ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝને અંતિમ ઓવરમાં ચેમ્પિયન બનાવ્યું હતું. આ પહેલા બ્રેથવેઇટ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પણ રમી ચુક્યો છે.
4/4

જયપુરઃ આઈપીઓલ 2019ની હરાજીમાં અનેક ખેલાડીઓના નસીબ બદલાઈ ગયા છે. આ યાદીમાં કેટલાક યુવા તો કેટલાક દિગ્ગજ સામેલ છે. ભારતની સાથે સાથે વિદેશના ખેલાડીઓના નસીબ બદલાઈ ગયા છે. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો.
Published at : 19 Dec 2018 07:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
