શોધખોળ કરો
ભારતના એક સમયના સ્ટાર ક્રિકેટરને ચેન્નઈએ લેવાનું કરી નાંખેલું નક્કી પણ ધોનીએ કાપી નાંખ્યું પત્તુ, જાણો વિગત
1/5

મેદાનમાં અને મેદાન બહાર ધોની-યુવરાજ વચ્ચે ઘણી સારી મિત્રતા છે.
2/5

ધોનીની કેપ્ટનશિપમાં જ યુવરાજ ખીલ્યો હતો. ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં પણ યુવરાજનું મહત્વનું યોગદાન હતું. જ્યારે 2011ના વર્લ્ડકપમાં પણ યુવરાજે ઓલરાઉન્ડર તરીકેને દેખાવ કરીને ટીમ ઈન્ડિયાને વિજેતા બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો.
3/5

જેના કારણે વર્લ્ડ કપ વિજેતા ટીમના બે ખેલાડીઓને ફરી એક ટીમમાં રમતા નહીં નીહાળી શકે. આઈપીએલમાં ત્રણ વખત વિજેતા બનેલી ચેન્નાઈ સુપર કિંગ્સે કશ્તિઝ શર્મા, કનિષ્ક શેઠ અને ઈંગ્લેન્ડના બાલોર માર્ક વુડને જ રિલીઝ કર્યા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ જાળવી રાખ્યા હતા.
4/5

આઈપીએલમાં ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને ટીમ પૂરી કરવા માત્રે બે ડોમેસ્ટિક ખેલાડીની જરૂર હતી. તેમના ગણિતમાં યુવરાજ પણ બરાબર ફિટ બેસતો હતો. ફ્રેન્ચાઈઝી પાસે 8.40 કરોડ રૂપિયાનું બજેટ પણ હતું અને માલિકો પણ યુવીને ટીમમાં સામેલ કરવા પરસ્પર સહમત થઈ ગયા હતા પરંતુ છેલ્લી ઘડીએ ધોનીએ યુવરાજને ટીમમાં સામેલ ન કરવા કહ્યું હતું.
5/5

નવી દિલ્હીઃ મંગળવારે આઈપીએલની 12મી સીઝન જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમ માલિકોએ તેની બેસ પ્રાઇઝ પર જ ખરીદ્યા હતા. આમાં સૌથી વધુ ચોંકાવનારું નામ યુવરાજ સિંહનું છે. પ્રથમ રાઉન્ડમાં યુવરાજ સિંહને કોઈએ ખરીદ્યો નહોતો પરંતુ બીજા રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ટીમમાં બેસ પ્રાઇઝ પર જ સામેલ કર્યો હતો.
Published at : 19 Dec 2018 11:42 AM (IST)
View More





















