શોધખોળ કરો
Advertisement
IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે ગેઇલને કર્યો રિટેન, મિલર-કરનને કર્યા બહાર
છેલ્લા આઠ સીઝનથી મિલર કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય બેટ્સમેનમાંનો એક હતો
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને આઠ આઇપીએલ સીઝન બાદ રીલિઝ કરી દીધો છે. તે સિવાય પંજાબે ઇગ્લેન્ડના સેમ કરન અને ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર એન્ડ્ર્યૂ ટાયને પણ રીલિઝ કર્યો છે. છેલ્લા આઠ સીઝનથી મિલર કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય બેટ્સમેનમાંનો એક હતો જેણે 79 મેચમાં 138.78ની સ્ટ્રાઇક રેટથી 1850 રન બનાવ્યા છે.
કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાએ કહ્યું કે, ડેવિડ અમારો શાનદાર ખેલાડી રહ્યો છે. તેમણે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે તેને શુભકામના પાઠવીએ છીએ. તમિલનાડુના સ્પિનર વરુણ ચક્રવર્તીને પંજાબે રીલિઝ કર્યો છે જેને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.1⃣4⃣ Retained 2⃣ Traded 7⃣ Released Everything you need to know about players' retention for #IPL2020👇#SaddaPunjab https://t.co/JerVAMYZ7B
— Kings XI Punjab (@lionsdenkxip) November 15, 2019
પંજાબે જે ખેલાડીઓને રિટેન કર્યા છે તેમાં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ સામેલ છે. પંજાબે ગેઇલને 2018માં આઇપીએલમાં બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો હતો. વાડિયાએ કહ્યુ કે, અમે તેને જવા દેવા માંગતા નથી. તે ચેમ્પિયન ખેલાડી છે. આઇપીએલ 2020ની હરાજી 19 ડિસેમ્બરના રોજ કરાશે.Here are our bunch of 🦁s. What's your take on it?#SaddaPunjab #IPL2020 pic.twitter.com/oj1Pg73mW0
— Kings XI Punjab (@lionsdenkxip) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement