શોધખોળ કરો
Advertisement
IPLની મુખ્ય સ્પોન્સર ડ્રીમ 11નું પણ ચીન સાથે છે કનેક્શન, જાણો બોર્ડે શું કર્યો ખુલાસો ?
આઇપીએલ 2020 સિઝન માટે ચીનની કંપની વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11 સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને આઇપીએલની મુખ્ય સ્પોન્સર બની
નવી દિલ્હીઃ આઇપીએલ 2020 સિઝન માટે ચીનની કંપની વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11 સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુખ્ય સ્પોન્સર બની છે.
જો કે આ કંપની પણ ચીન સાથે જોડાયેલી હોવાનો વિવાદ ઉઠ્યો છે. ડ્રીમ 11 ભારતીય કંપની છે જેની સ્થાપના હર્ષ જૈન અને ભાવિત શેઠે કરી છે પણ આ કંપનીમાં ચીનની કંપની ટેનસેન્ટનું રોકાણ છે. ટેનસેન્ટ ચીનની મલ્ટિનેશનલ ગેમિંગ કંપની છે. ભારતમાં ચીનની કંપનીઓના બહિષ્કારની વાતો વચ્ચે ચીન સાથે કનેક્શન ધરાવતી કંપનીને બોર્ડે મુખ્ય સ્પોન્સર બનાવી તેની ટીકા થઈ રહી છે.
જો કે બોર્ડનાં સૂત્રોનું કહેવું છે કે, ડ્રીમ 11માં ચીની કંપની ટેનસેન્ટના રોકાણને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે. પણ આ રોકાણ 10 ટકાથી પણ ઓછુ છે એ જોતાં ડ્રીમ 11ને ચીનની કંપની ના ગણી શકાય.
બીસીસીઆઇના સૂત્રોના મતે, ડ્રીમ 11ના મુખ્ય પ્રમોટર અને 400થી વધુ કર્મચારી ભારતીય છે. કલારી કેપિટલ અને મલ્ટીપલ્સ ઇક્વિટી આ કંપનીના ભારતીય રોકાણકારો છે. ડ્રીમ 11ના ઉત્પાદનોનો ઉપયોગ ભારતીયો દ્વારા કરવામાં આવે છે. ટેનસેન્ટનો હિસ્સો માત્ર એક આંકડામાં જ છે તેથી આ વિવાદ વણજોઈતો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion