IPL 2025: દિલ્લીને હરાવ્યાં બાદ મુંબઇએ પોઇન્ટ ટેબલમાં લગાવી છલાંગ, જાણો હવે ક્યાં નંબર પર છે આ ટીમ
IPL Points Table 2025: રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ વખત હાર થઇ છે.

DC vs MI 2025: જ્યારે કરુણ નાયર આઉટ થયો ત્યારે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 11.4 ઓવરમાં 135 રન હતો. 206 રનનો પીછો કરતા અક્ષર પટેલ અને ટીમ સારી સ્થિતિમાં હતી પરંતુ તે પછી મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર વાપસી કરી અને દિલ્હીને 193 રનમાં સમેટી દીધી. કરણ શર્માએ 3 મહત્વની વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ આ સિઝનમાં દિલ્હીને હરાવનારી પ્રથમ ટીમ બની છે. આ જીત સાથે MI પોઈન્ટ ટેબલમાં પણ છલાંગ લગાવી ગઈ છે.
કરુણ નાયરે 40 બોલમાં 5 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા, જ્યાં સુધી તે ક્રિઝ પર હતો ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સ જીત તરફ આગળ વધી રહી હતી. તેના આઉટ થયા બાદ કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. કેએલ રાહુલ (15), અક્ષર પટેલ (9), ટ્રિસ્ટન સ્ટબ્સ (1) અને આશુતોષ શર્મા (17) જેવા બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. કરણ શર્માએ અભિષેક પોરેલ, કેએલ રાહુલ અને ટ્રિસ્ટનની 3 મહત્વની વિકેટ લીધી હતી અને તેના શાનદાર સ્પેલ માટે મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી છે
દિલ્હી કેપિટલ્સને હરાવીને, મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં વધારો કર્યો છે. ટીમ 7મા સ્થાને પહોંચી ગઈ છે, આ સિઝનમાં ટીમની આ બીજી જીત હતી. 6 માં 2 જીત પછી, MI પાસે 4 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ (+0.104) નોંધપાત્ર રીતે સુધર્યો છે.
દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને આવી છે. અક્ષર પટેલ અને ટીમની 5 મેચમાં આ પ્રથમ હાર છે. દિલ્હીના 8 પોઈન્ટ છે, તેનો નેટ રન રેટ +0.899 છે. નંબર વન પર ગુજરાત ટાઇટન્સ છે જેણે 6માંથી 4 મેચ જીતી છે. ગુજરાતનો નેટ રન રેટ (+1.081) દિલ્હી કરતા સારો છે.
આઈપીએલ 2025માં આજે મેચ
આજે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે, આજે જીત્યા બાદ પણ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ બદલાય તેવી શક્યતા ઓછી છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ આજે જીતશે તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી જશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ આજે 14મી એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. IPL 2025ની આ 30મી મેચ હશે, જે લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાશે. ધોનીની CSK અને પંતની લખનઉ માટે આ મેચ મહત્વની રહેશે. લખનૌની ટીમ વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં છે.




















