IPL 2026 અગાઉ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ છોડ્યું પદ
જોકે સંજુ સેમસન સત્તાવાર રીતે ફ્રેન્ચાઇઝ છોડી નથી તેમણે ફ્રેન્ચાઇઝીથી અલગ થવાની વિનંતી કરી હતી.

IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો હતો. સંજુ સેમસન, રાહુલ દ્રવિડ અને હવે CEO જેક લશ મૈક્રમે ટીમ છોડી દીધી છે. જોકે સંજુ સેમસન સત્તાવાર રીતે ફ્રેન્ચાઇઝ છોડી નથી તેમણે ફ્રેન્ચાઇઝીથી અલગ થવાની વિનંતી કરી હતી. કોચ દ્રવિડ પહેલાથી જ પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે, જેની પુષ્ટી રાજસ્થાન રોયલ્સે પોતે કરી હતી. માર્કેટિંગ હેડ દ્વિજેન્દ્ર પરાશર પણ ગયા સીઝન પછી ફ્રેન્ચાઇઝીથી અલગ થઈ ગયા હતા અને હવે જેક લશ મેકક્રમે પણ રાજીનામું આપી દીધું છે.
જેક લશ મૈક્રમ 8 વર્ષ સુધી RRનો ભાગ હતા
બ્રિટિશ મૂળના મૈક્રમે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે વિવિધ ભૂમિકાઓમાં કામ કર્યું છે. જૂનિયર સ્તરે શરૂઆત કરી પછી ટીમ ઓપરેશનમાં જોડાયા અને 2021માં માત્ર 28 વર્ષની ઉંમરે CEO બન્યા હતા. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, તેમણે હવે કેટલાક સાથીદારોને તેમના નિર્ણય વિશે જાણ કરી છે. એવું માનવામાં આવે છે કે તેઓ ઓક્ટોબર સુધીમાં ઔપચારિક રીતે તેમના પદ પરથી રાજીનામું આપશે.
9 સપ્ટેમ્બરના રોજ SA20 હરાજી દરમિયાન મૈક્રમ જોવા મળ્યા ન હતા. રોયલ્સ તરફથી સામાન્ય રીતે હરાજી ટેબલ પર હાજર રહેનારા મૈક્રમ આ વખતે પાર્લ રોયલ્સ ટેબલ પર જોવા મળ્યા ન હતા. હરાજીની જવાબદારી કુમાર સંગાકારા પાસે હતી, જે ફરીથી RRના મુખ્ય કોચ તરીકે પરત ફરી શકે છે.
આવી સ્થિતિમાં મૈક્રમે RRના CEO પદ પરથી રાજીનામું આપ્યા પછી ફ્રેન્ચાઇઝની અંદર શું ચાલી રહ્યું છે તે અંગે ઝડપથી પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટીમે ગયા સીઝનમાં 14 માંથી ફક્ત 4 મેચ જીતી હતી અને 9મા સ્થાને રહી હતી. આ પછી જૂલાઈમાં સીઝનની સમીક્ષા કરવામાં આવી હતી અને પછી ફેરફારોનો તબક્કો શરૂ થયો હતો.
IPLની પ્રથમ સીઝન પછી RR ચેમ્પિયન બન્યું ન હતું
IPLની પ્રથમ સીઝન જે 2008માં રમાઈ હતી તે દરમિયાન રાજસ્થાન રોયલ્સે ટાઇટલ જીત્યું હતું, પરંતુ આ પછી ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. આ ઉપરાંત, ટીમ ફક્ત એક જ વાર ફાઇનલમાં પહોંચી હતી. 2023ની સીઝનમાં રાજસ્થાન ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું.




















