RCB રાહતના સમાચાર, ફિલ સોલ્ટ રમશે IPL 2025 ની ફાઈનલ, જાણો લેટેસ્ટ અપડેટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન ફિલ સોલ્ટ અમદાવાદ પરત ફર્યા છે. તે આજે પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં રમશે.

Phil Salt Will Play IPL 2025 Final Back Ahmedabad From England: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન ફિલ સોલ્ટ અમદાવાદ પરત ફર્યા છે. તે આજે પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં રમશે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોલ્ટ ફાઇનલ મેચ રમી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે ફિલ સોલ્ટ પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે ઇંગ્લેન્ડ પરત ફર્યો હતો. સોમવારે તે પ્રેક્ટિસમાં જોવા મળ્યો ન હતો. આ પછી, સમાચાર આવ્યા કે સોલ્ટ ટાઇટલ મેચ ચૂકી જશે. પરંતુ હવે સોલ્ટ વિશે એકદમ લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. સોલ્ટ ઇંગ્લેન્ડથી અમદાવાદ પરત ફર્યા છે. તે ફાઇનલ મુકાબલમાં રમશે.
તમને જણાવી દઈએ કે ફિલ સોલ્ટ સોમવારે અમદાવાદમાં નહોતો. પરંતુ મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ પરત ફર્યો છે. હવે તે ટાઇટલ મેચમાં RCB માટે ઓપનિંગ કરતો જોવા મળશે. સોલ્ટે પ્રથમ ક્વોલિફાયરમાં માત્ર 27 બોલમાં 56 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી.
સોલ્ટ પોતાના બાળકના જન્મ માટે ઘરે ગયો હતો. જોકે, હવે તે અમદાવાદ પરત ફર્યો છે અને RCB ને પહેલી વાર IPL ટ્રોફી અપાવવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે.
ફાઈનલમાં RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન - વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ અને જોશ હેઝલવુડ
ઈમ્પેક્ટ પ્લેયર - સુયશ શર્મા
IPL ટાઇટલ જીતનાર ટીમને કેટલું ઇનામ મળશે ?
ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને શું મળશે ?
આ ઉપરાંત, ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા ઘણા એવોર્ડ જીતનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ વરસશે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને 10-10 લાખ રૂપિયા મળશે, જ્યારે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન એવોર્ડ જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે.




















