IPL 2024: ઋષભ પંતની મુશ્કેલી વધી, આ તોફાની બેટ્સમેને અધવચ્ચેથી છોડી આઇપીએલ, જાણો કારણ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શે 2010માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે IPLમાં રમાયેલી 42 મેચોમાં 127ના સ્ટ્રાઈક રેટથી 665 રન બનાવ્યા છે
![IPL 2024: ઋષભ પંતની મુશ્કેલી વધી, આ તોફાની બેટ્સમેને અધવચ્ચેથી છોડી આઇપીએલ, જાણો કારણ Australian Cricketer Mitchell Marsh OUT: mitchell marsh return to australia partial tear in right hamstring ipl 2024 delhi capitals IPL 2024: ઋષભ પંતની મુશ્કેલી વધી, આ તોફાની બેટ્સમેને અધવચ્ચેથી છોડી આઇપીએલ, જાણો કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/14/4d366cf9f3ce2326e535566630a71efd171308969765477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mitchell Marsh: આઇપીએલ ટૂર્નામેન્ટમાં રોમાંચ ચરમ પર છે, ત્યારે હવે ઋષભ પંતને મોટો ઝટકો લાગ્યો છે, દિલ્હી કેપિટલ્સમાંથી સ્ટાર ખેલાડી મિશેલ માર્શ દુર થયો છે. ઓલરાઉન્ડર મિશેલ માર્શ તેના જમણા હાથની ઇજાની સારવાર માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. ESPN Cricinfo અનુસાર, માર્શને જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. દિલ્હી ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ તેને પરત બોલાવવામાં આવ્યો હતો. જો કે, વર્તમાન સિઝનમાં તેની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
માર્શે દિલ્હી કેપિટલ્સની ટીમ માટે છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. આ પછી, તે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ સામે ટીમની છેલ્લી બે મેચમાં રમી શક્યો ન હતો. માર્શનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર રાજસ્થાન રોયલ્સ સામે 23 રન છે. દિલ્હી આ મેચ 12 રને હારી ગયું હતું.
તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. માર્શ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નરની ઈજાના કારણે દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ટીમને તેની આગામી મેચ બુધવારે ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે. શુક્રવારે લખનઉ સુપરજાયન્ટ્સ સામે કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે વોર્નરને તેની આંગળીમાં ઈજા થઈ હતી. ટીમ અમદાવાદ પહોંચી ત્યારે તેની આંગળીમાં સોજો આવી ગયો હતો અને તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
મિશેલ માર્શની આઇપીએલ કેરિયર
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શે 2010માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે IPLમાં રમાયેલી 42 મેચોમાં 127ના સ્ટ્રાઈક રેટથી 665 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે પોતાના બેટથી 3 અડધી સદી ફટકારી છે. IPLમાં તેના નામે 37 વિકેટ પણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)