IPL Final: હાર બાદ હાર્દિકનું મોટુ સ્ટેટમેન્ટ, મેચ બાદ ધોની માટે એવા શબ્દો બોલ્યો કે બધા આશ્ચર્યમાં પડી ગયા
આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો, ધોનીની સીએસકેએ ફાઇનલ મેચમાં પાંચ વિકેટથી હાર્દિકની જીટીને હાર આપી,
CSK vs GT, IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇ રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો પાંચ વિકેટે વિજય થયો હતો, સતત બીજી વાર ફાઇનલ રમી રહેલી ચેમ્પીયન ગુજરાતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ધોનીની સીએસકે પાંચમી વાર ટ્રૉફી પર કબજો જમાવવામાં સફળ રહી હતી. જોકે, મેચ બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટુ નિવેદન આપીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ફાઈનલમાં હાર મેળવ્યાં બાદ હાર્દિકનાં આ શબ્દોએ ફેન્સનું દિલ ફરી એકવાર જીતી લીધુ છે.
હાર છતાં હાર્દિક ખુશ દેખાયો -
આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો, ધોનીની સીએસકેએ ફાઇનલ મેચમાં પાંચ વિકેટથી હાર્દિકની જીટીને હાર આપી, બે ચેમ્પીયનો વચ્ચેની ટક્કરમાં હાર -જીત બાદ જુદાજુદા રિએક્શનો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના રિએક્શનથી બધા ચોંકી ગયા છે. ગુજરાતે હાર ભોગવી છતાં કેપ્ટન હાર્દિકે પંડ્યાએ પોતાના સીનિયર ધોની માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે - 'હું ધોની માટે ખુબ ખુશ છું. નસીબે તેમના માટે આ લખ્યું હશે. જો મને હારવાનું જ હતું તો મને તેમના (ધોની)થી હારવામાં કોઈ વાંધો નથી. સારા લોકોની સાથે હંમેશા સારું થાય છે.' ઉલ્લેખનીય છે કે, કેપ્ટન હાર્દિકના ધોની માટેના આવા શબ્દો સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.
Hardik Pandya said, "MS Dhoni deserves it. Destiny has written for him. I'm so happy for him. He's the nicest I've met, god gave him what he deserved today". pic.twitter.com/WFN4iQiuPx
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023
ગુજરાતની ટીમના પણ કેપ્ટન હાર્દિકે કર્યા વખાણ -
કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઇપીએલની ફાઇનલ મેચમાં હાર મળ્યા બાદ પણ પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સના ભરપુર વખાણ કર્યા હતા. હાર્દિકે ટીમનાં ખેલાડીઓનાં વખાણ કરતાં કહ્યું કે- મારા હિસાબે અમે દિલ લગાવીને રમ્યાં છીએ. અમે હંમેશાથી જ એવી ટીમ રહ્યાં છીએ કે જે હંમેશા એકસાથે હોય છે અને કોઈ હાર નથી માનતું. અમે એકસાથે હારીએ છીએ અને એકસાથે જીતીએ છીએ. કદાચ આજે હારનો દિવસ હતો.
We stand tall with our heads held high. Proud of this team, we gave it our all. @gujarat_titans pic.twitter.com/oLi0ur5mlj
— hardik pandya (@hardikpandya7) May 29, 2023
-