IPL 2023 Points Table: કોલકત્તાની બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર, જાણો તમામ ટીમોની શું છે સ્થિતિ....
પૉઈન્ટ ટેબલમાં ટોપ 4 પર હાલમાં ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કબજો છે.
CSK vs KKR, IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 16મી સિઝન રમાઇ રહી છે, આ ટૂર્નામેન્ટમાં 61 લીગ મેચો પુરી થઇ ગઇ છે છતાં હજુ પણ કોઈ ટીમે પ્લેઓફ માટે પોતાનું સ્થાન નક્કી નથી કર્યુ. ગઇકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 6 વિકેટથી હરાવી દીધુ, કેકેઆરની આ જીત બાદ ફરી એકવાર પૉઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. KKRની ટીમ હવે પૉઈન્ટ ટેબલમાં 7મા સ્થાન પર પહોંચી ગઈ છે. કોલકત્તા 13 લીગ મેચો પછી હવે તેની પાસે હવે 6 જીત સાથે 12 પૉઈન્ટ થયા છે, અને ટીમનો નેટ રનરેટ પણ -0.256 છે.
ટૉપ 4માં હજુ ગુજરાત, ચેન્નાઇ, મુંબઇ અને લખનઉ -
પૉઈન્ટ ટેબલમાં ટોપ 4 પર હાલમાં ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કબજો છે. ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી 12માંથી 8 મેચ જીતીને 16 પૉઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ગુજરાતનો હાલનો નેટ રન રેટ 0.761 છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પૉઈન્ટ સાથે બીજા સ્થાન પર છે અને તેનો નેટ રનરેટ 0.381 છે.
મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 12 મેચમાં 14 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. મુંબઈનો નેટ રેટ હાલમાં -0.117 છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 13 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે અને તેનો નેટ રનરેટ 0.309 છે.
આરસીબી પહોંચી 5માં સ્થાન પર, પંજાબ હવે 8માં સ્થાન પર -
રાજસ્થાન રૉયલ્સ સામે 112 રનની મોટી જીત સાથે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર હવે પૉઈન્ટ ટેબલમાં સીધા 5માં સ્થાન પર પહોંચી ગયું છે. RCBના 12 મેચમાં 12 પૉઈન્ટ છે, નેટ રનરેટ 0.166 છે. રાજસ્થાન રૉયલ્સ હવે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ છે, અને તેનો નેટ રનરેટ 0.140 છે.
પંજાબ 8માં અને હૈદરાબાદ 9માં સ્થાન પર, દિલ્હી થયુ પ્લેઓફની રેસમાંથી બહાર -
ચેન્નાઈ સામે KKRની જીત બાદ પંજાબ કિંગ્સ હવે 12 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં 8મા સ્થાન પર સરકી ગઈ છે. પંજાબનો નેટ રનરેટ હાલમાં -0.268 છે. 9માં સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છે, જેને અત્યાર સુધી 11 મેચ બાદ 4માં જીત મેળવી છે. હૈદરાબાદનો નેટ રન રેટ -0.471 છે. આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ દિલ્હી કેપિટલ્સ છે, જે 12 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.