શોધખોળ કરો

DC vs GT: ગુજરાતની સામે પંતની આગેવાનીવાળી ડીસીની થશે પરીક્ષા, ઇશાન્ત શર્માની થઇ શકે છે વાપસી, જાણો

કેપ્ટન ઋષભ પંતે હૈદરાબાદ સામે ઘણી વ્યૂહાત્મક ભૂલો કરી હતી. તેઓએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

DC vs GT Weather Report And Forecast: બુધવારે અહીં ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચમાં ઋષભ પંતની નેતૃત્વ ક્ષમતાની કસોટી થશે. દિલ્હીને તેના હૉમ ગ્રાઉન્ડ પર બોલરો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. દિલ્હીને ઘરઆંગણે તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 67 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તે પહેલા ટીમ બે મેચ જીત હતી. 

ઋષભ પંતથી થઇ હતી રણનીતિક ચૂક 
કેપ્ટન ઋષભ પંતે હૈદરાબાદ સામે ઘણી વ્યૂહાત્મક ભૂલો કરી હતી. તેઓએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝાકળ અંગેનું તેમનું અનુમાન સાચું ન હતું. તેણે બીજી ઓવરમાં બોલ લલિત યાદવને આપ્યો. જેના કારણે હૈદરાબાદને આક્રમક શરૂઆત કરવાની તક મળી હતી. હૈદરાબાદે પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં વિના નુકસાન 125 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. પાછળથી બેટિંગમાં, 267 રનનો પીછો કરતી વખતે પંત 35 બોલમાં 44 રન જ બનાવી શક્યો. આટલા મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હીના ઓપનર પૃથ્વી શૉ અને ડેવિડ વોર્નરને આક્રમક શરૂઆત આપવાની જરૂર હતી પરંતુ બંને સફળ થઈ શક્યા ન હતા. યુવા બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કે 18 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હોવા છતાં તેને બીજા છેડેથી પૂરો સાથ મળ્યો ન હતો. અભિષેક પોરેલે ચોક્કસપણે 22 બોલમાં 42 રન બનાવીને થોડો ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદના બેટ્સમેનોએ દિલ્હીના બોલરોની ખૂબ જ ધૂલાઇ કરી હતી. 

નૉર્ખિયાની જગ્યાએ ઇશાન્ત શર્માને મળી શકે છે મોકો 
ફિરોઝશાહ કોટલા મેદાનની બાઉન્ડ્રી નાની છે, તેથી યજમાન ટીમના બોલરોની પણ ગુજરાત સામે કસોટી થશે. ટીમનો ફાસ્ટ બોલર એનરિચ નૉર્ખિયા આ સિઝનમાં બિલકુલ ફોર્મમાં નથી. અનુભવી ઇશાંત શર્મા આ મેચમાં વાપસી કરી શકે છે, જે પીઠના તાણને કારણે છેલ્લી મેચમાં રમ્યો ન હતો. સ્પિનર ​​કુલદીપ યાદવ આ સિઝનમાં દિલ્હી માટે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે પાંચ મેચમાં 10 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ 7.60 હતો. તે હૈદરાબાદ સામે પણ વધુ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેના આઠ બોલ એવા હતા કે જેના પર કોઈ રન થયો ન હતો પરંતુ તેના બોલ પર સૌથી વધુ સાત સિક્સર ફટકારવામાં આવી હતી.

ગુજરાતને કેપ્ટન શુભમની ગીલ પાસેથી મોટી ઇનિંગની આશા  
શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતની ટીમના પ્રદર્શનમાં સાતત્ય નથી, પરંતુ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટથી મળેલી જીતથી ટીમનું મનોબળ વધ્યું હશે. તે જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. કેપ્ટન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને અઝમતુલ્લા ઓમરઝાઈ પણ બેટથી યોગદાન આપવા માટે નજરે પડશે. રાહુલ તેવટિયા ઇનિંગ્સના અંતે ફરી મોટા શોટ મારવાનો પ્રયાસ કરશે. બોલિંગમાં અનુભવી મોહિત શર્મા, નૂર અહેમદ અને રાશિદ ખાન પર ઘણો ભાર રહેશે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન-11

દિલ્હી કેપિટલ્સ ટીમ:- પૃથ્વી શો, ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર મેકગર્ક, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.

ગુજરાત ટાઇટન્સની ટીમઃ- રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તવેટા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા.

જાણો આઈપીએલની 17મી સિઝનની 40મી મેચના પ્રસારણ અને ઓનલાઈન પ્રસારણ સંબંધિત તમામ માહિતી...

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સિઝનની 40મી મેચ ક્યારે રમાશે ?
IPL 2024ની 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 24મી એપ્રિલ એટલે કે બુધવારે રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સિઝનની 40મી મેચ ક્યાં રમાશે ?
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે લીગની 40મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે ?
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે રમાશે. ટોસ તેના અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7 વાગે થશે.

કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે ?
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય ઘણી ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી આપશે.

ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કેવી રીતે જોવી ?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. 

તમે મફતમાં લાઇવ મેચ કેવી રીતે જોઈ શકો છો?
આ મેચ જિયો સિનેમામાં ટેલિકાસ્ટ થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને આ IPL મેચ ફ્રીમાં જોઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Embed widget