(Source: ECI/ABP News/ABP Majha)
DC vs KKR: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી, પોવેલે 16 બોલમાં 33 રન બનાવી વિનિંગ ઈનિંગ રમી
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ પસંદ કરી હતી.
LIVE
Background
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. 15મી સિઝનમાં આ બીજી વખત હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તાને 44 રને હરાવ્યું હતું. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ ખૂબ મહત્વની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તાએ જીત સાથે શરૂઆત કરી હતી. પરંતુ બંને ટીમો સારુ પ્રદર્શન કરી શકી નથી. પોઇન્ટ ટેબલ્સમાં તો દિલ્હી અને કોલકાતા ટોપ-4માંથી બહાર છે. અત્યાર સુધી કોલકત્તાની ટીમ આઠ મેચમાંથી 3માં જીત અને 5માં હાર મેળવી ચૂકી છે.6 પોઈન્ટ સાથે ટીમ ટેબલ પોઈન્ટમાં 8મા નંબર પર છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાં ત્રણમાં જીત અને 4માં હાર મેળવી ચૂકી છે. 6 પોઈન્ટ સાથે દિલ્હીની ટીમ સાતમા સ્થાને છે.
વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનોને અનુકૂળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે. આ મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.
દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી જીત મેળવી
દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી જીત મેળવી. રોવમેન પોવેલે 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. 19મી ઓવરના છેલ્લા બોલ પર જ દિલ્હીએ 150 રન પુરા કરી લીધા હતા.
અક્ષર પટેલ 17 બોલમાં 24 રન બનાવી રન આઉટ
અક્ષર પટેલ 17 બોલમાં 24 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીને જીત માટે 30 બોલમાં 34 રનની જરુર. સ્કોરઃ 113 રન પર 6 વિકેટ
દિલ્હીનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો
દિલ્હીનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. હાલ 14.1 ઓવરના અંતે 104 રન પર 5 વિકેટ. જીત માટે 35 બોલમાં 42 રનની જરુર છે. હાલ પોવેલ અને અક્ષર પટેલ રમતમાં છે.
દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 2 રન બનાવી આઉટ
દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 2 રન બનાવી આઉટ થયો. ઉમેશ યાદવના બોલ પર વિકેટ કિપરના હાથે કેચ આઉટ થયો ઋષભ પંત.
દિલ્હીનો સ્કોર 84 રન પર 4 વિકેટ, વોર્નર અને યાદવ આઉટ
ડેવિડ વોર્નર 26 બોલમાં 42 રન બનાવી આઉટ થયો. લલિત યાદવ 29 બોલમાં 22 રન બનાવી આઉટ થયો. હાલ દિલ્હીનો સ્કોર 84 રન પર 4 વિકેટ. જીત માટે 54 બોલમાં 63 રનની જરુર