DC vs RR : રાજસ્થાને દિલ્હીને 15 રનથી હરાવ્યું, બટલર બાદ પ્રસિદ્ધ કૃષ્ણાનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હીની ટીમ રાજસ્થાન સામે વધુ એક વિજય મેળવવા મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Background
આઇપીએલમાં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) ની વચ્ચે ટક્કર થશે. આ આઇપીએલની 34મી મેચ હશે. આ મેચમાં આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હીની ટીમ રાજસ્થાન સામે વધુ એક વિજય મેળવવા મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલની ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની ટીમે અત્યાર સુધી 6 મેચોમાંથી 4માં જીત સાથે 8 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તો દિલ્હીની ટીમ હજી 6 માંથી 3 જીત અને 3 હાર સાથે 6ઠ્ઠા નંબર પર છે. હેડ ટૂ હેડ મેચોની વાત કરીએ તો દિલ્હી અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી કુલ 24 મેચો રમાઇ છે, આમાથી 12માં દિલ્હીની જીત થઇ છે, તો 12 મેચોમાં રાજસ્થાનને જીત હાંસલ કરી છે. આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને થશે.
રાજસ્થાને જીત મેળવી
IPLમાં શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. આ મેચ અંત સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને રાજસ્થાને જીત મેળવી હતી. 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો અને ટીમ મેચ હારી ગઈ હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 44, લલિત યાદવે અને પૃથ્વી શોએ 37-37 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી કૃષ્ણાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ અને મેકોયને એક-એક વિકેટ મળી હતી.
દિલ્હી કેપિટલ્સની ટીમે 99 રનની અંદર 3 વિકેટ ગુમાવી
દિલ્હી કેપિટલ્સની ટીમે 99 રનની અંદર 3 વિકેટ ગુમાવી દિધી છે. વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 105 રન બનાવ્યા છે.




















