શોધખોળ કરો

Gautam Gambhir: ગૌતમ ગંભીરના નવા ટ્વિટથી વધી શકે છે વિવાદ, વિરાટ કોહલી સાથેની લડાઇ સાથે છે કનેક્શન

ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ તેણે જે લખ્યું તે પછી ક્રિકેટ ચાહકો સમજી ગયા

Gautam Gambhir's Tweet: લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરના એક ટ્વિટએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેમના આ ટ્વિટનું કનેક્શન વિરાટ કોહલી સાથે થયેલી લડાઇ સાથે છે. વાસ્તવમાં એક મોટી મીડિયા સંસ્થાના એન્કરે વિરાટ સાથેની ચર્ચાના મામલે ગૌતમ ગંભીરની આકરી ટીકા કરી હતી. આ અંગે ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે.

ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ તેણે જે લખ્યું તે પછી ક્રિકેટ ચાહકો સમજી ગયા કે આખરે ગંભીર કોના વિશે આ વાત કહી રહ્યા હતા. ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે  'પ્રેશરનું કારણ આપીને દિલ્હી ક્રિકેટ છોડીને ભાગી જનાર વ્યક્તિ હવે ક્રિકેટની ચિંતા માટે પૈસા લઈને સમાચાર વેચવા આતુર છે. આ કલિયુગ છે, જ્યાં ભાગેડુઓ તેમની કોર્ટ ચલાવે છે.

ગંભીરે આ ટ્વિટ કરતાની સાથે જ ક્રિકેટ ચાહકોએ ઈન્ડિયા ટીવી એન્કર રજત શર્માનો તે વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં રજત શર્માએ વિરાટ કોહલી સાથેની લડાઇ મામલે ગૌતમ ગંભીરને ઘમંડી કહ્યો હતો. રજત શર્માએ એમ પણ કહ્યું હતું કે વિરાટ કોહલીની લોકપ્રિયતા ગૌતમ ગંભીરને પરેશાન કરે છે. ઉલ્લેખનીય છે કે રજત શર્મા લાંબા સમયથી ઈન્ડિયા ટીવી પર પ્રખ્યાત ઈન્ટરવ્યુ શો 'આપકી અદાલત' ચલાવી રહ્યા છે. તેઓ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)ના વડા પણ રહી ચૂક્યા છે. તેમણે નવેમ્બર 2019માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિરાટ અને ગૌતમ વચ્ચે ઝઘડો થયો હતો

IPLમાં ગયા સોમવારે (1 મે) લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં મોટી લડાઈ થઇ હતી. આ મેચની છેલ્લી ઓવરો દરમિયાન વિરાટ કોહલી અને લખનઉના બોલર નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઇ હતી. વિરાટના આ વર્તનથી ગુસ્સે થઈને લખનઉ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયા અને પછી તેમણે કોહલી સાથે ઘણી ચર્ચા કરી હતી. આ ઘટના છેલ્લા બે દિવસથી ખૂબ ચર્ચામાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget