શોધખોળ કરો

શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ

IPL 2026 RR vs GT highlights: IPL 2026: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી કચડ્યું, RR પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી આઉટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું.
  • શુભમન ગિલ અને સાઈ સુદર્શને તોફાની બેટિંગ કરી.
  • રાજસ્થાન 152 રનમાં ઓલઆઉટ, રાશિદ ખાને 4 વિકેટ લીધી.

IPL 2026 RR vs GT highlights: IPL 2026ના રોમાંચક જંગમાં ગુજરાત ટાઇટન્સે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. મેચ 52માં ગુજરાતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર રમત દેખાડીને રાજસ્થાન રોયલ્સને 77 રનથી કારમી હાર આપી છે. આ ધમાકેદાર જીત સાથે ગુજરાતે ટૂર્નામેન્ટમાં પોતાની 7મી જીત નોંધાવી છે અને પ્લેઓફમાં પહોંચવાનો પોતાનો દાવો એકદમ મજબૂત કરી લીધો છે. જ્યારે બીજી તરફ, સળંગ બીજી હારનો સામનો કરનાર રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગિલની કેપ્ટનશિપ અને ગુજરાતના ઘાતક બોલરોના તરખાટ સામે આખી રાજસ્થાનની ટીમ સાવ ઘૂંટણિયે પડી ગઈ હતી.

ગુજરાતની તોફાની બેટિંગ:

મેચની શરૂઆતમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 229 રનનો તોતિંગ સ્કોર બોર્ડ પર લગાવી દીધો હતો. કેપ્ટન શુભમન ગિલે આક્રમક બેટિંગ કરતા માત્ર 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને યુવા બેટ્સમેન સાઈ સુદર્શને પણ મજબૂત સાથ આપ્યો, જેણે 36 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન ઝૂડી કાઢ્યા હતા.

આ ઐતિહાસિક જીત પછી ગુજરાત ટાઇટન્સ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું છે. ટીમને હજુ 3 મેચ રમવાની બાકી છે, પરંતુ અહીંથી તેમની પ્લેઓફની ટિકિટ લગભગ કન્ફર્મ માનવામાં આવી રહી છે.

રન ચેઝમાં રાજસ્થાનનો ધબડકો:

230 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 16.3 ઓવરમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે તેમની શરૂઆત સારી રહી હતી; ઓપનર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે 17 બોલમાં 38 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ સૂર્યવંશી (16 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 36 રન) આઉટ થતા જ રાજસ્થાનની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 40 રને બીજી, 68 રને ત્રીજી, 87 રને ચોથી અને 91 રને પાંચમી વિકેટ પડ્યા પછી આખી ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી ગઈ અને 152 રને સમેટાઈ ગઈ.

રાજસ્થાન રોયલ્સે અચાનક જ બદલ્યો પોતાનો કેપ્ટન, રિયાન પરાગ કેમ નથી રમી રહ્યો, જાણો સાચું કારણ

રાજસ્થાન તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ સંઘર્ષ કરતા 25 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 38 રન બનાવ્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલે 24, શિમરોન હેટમાયરે 6, શુભમ દુબેએ 15, દાસુન શનાકાએ 16 અને જોફ્રા આર્ચરે 5 રન બનાવ્યા હતા. કેપ્ટન યશસ્વી જયસ્વાલ માત્ર 3 રન જ બનાવી શક્યો હતો.

ગુજરાતની કાતિલ બોલિંગ:

ગુજરાતના બોલરોએ મેદાન મારી લીધું હતું. સ્પિનર રાશિદ ખાને પોતાની જાદુઈ બોલિંગથી 4 વિકેટ ઝડપીને રાજસ્થાનની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. જ્યારે જેસન હોલ્ડરે 3, કાગીસો રબાડાએ 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લઈને ટીમને શાનદાર જીત અપાવી હતી.

IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ

Frequently Asked Questions

IPL 2026 મેચ 52માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોણ જીત્યું?

IPL 2026ની મેચ 52માં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે.

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગમાં કેટલા રન બનાવ્યા?

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી.

રાજસ્થાન રોયલ્સ 230 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં શા માટે નિષ્ફળ રહ્યું?

રાજસ્થાન રોયલ્સ 230 રનના લક્ષ્યાંક સામે 16.3 ઓવરમાં માત્ર 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું. વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો અને ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહીં.

રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સના કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી?

સ્પિનર રાશિદ ખાને રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટ ઝડપીને ગુજરાત ટાઇટન્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. જેસન હોલ્ડરે 3 વિકેટ લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget