શોધખોળ કરો

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

Gujarat Titans IPL auction 2025: ગયા વર્ષે ફ્રેન્ચાઈઝીમાં કેટલાક ફેરફારો થયા અને તેની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી. ગુજરાત ટાઈટન્સ ગયા આઈપીએલમાં આઠમા સ્થાને રહી.

GT squad for IPL 2025: ગુજરાત ટાઈટન્સની આઈપીએલમાં સફર ટૂંકી પણ ખૂબ રસપ્રદ રહી છે. વર્ષ 2022માં નવી ટીમ તરીકે પ્રવેશ કરનાર ગુજરાત ટાઈટન્સે પ્રથમ જ વર્ષે ટાઈટલ જીતીને ભારતીય ચાહકોને પોતાના દીવાના બનાવી દીધા. ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન સતત બીજા વર્ષે પણ શાનદાર રહ્યું અને તે ફાઈનલમાં પહોંચી, પરંતુ ત્યારે તેને રનર્સ અપ થવું પડ્યું.

જોકે, ગયા વર્ષે ફ્રેન્ચાઈઝીમાં કેટલાક ફેરફારો થયા અને તેની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી. ગુજરાત ટાઈટન્સ ગયા આઈપીએલમાં આઠમા સ્થાને રહી. હવે ગુજરાતનો પ્રયાસ મજબૂત સ્ક્વોડ બનાવીને બીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવાનો રહેશે.

આઈપીએલ 2025 હરાજી પહેલા ગુજરાત ટાઈટન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઈઝીએ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા અને શાહરુખ ખાનને રિટેન કર્યા. ફ્રેન્ચાઈઝીએ રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ) અને શાહરુખ ખાન (4 કરોડ)ને પોતાની સાથે જાળવી રાખ્યા.

ગુજરાત ટાઈટન્સ સાઉદી અરેબિયાના જેદ્દામાં ચાલી રહેલી આઈપીએલ 2025 હરાજીમાં પોતાની મજબૂત સ્ક્વોડ બનાવવા પર ધ્યાન આપી રહી છે. આ માટે તે ઘણા મુખ્ય ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. ચાલો જોઈએ કે જીટીની સ્ક્વોડ કેવી રીતે તૈયાર થઈ છે.

રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50), સાઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ), શાહરુખ ખાન (4 કરોડ), કગિસો રબાડા (બેઝ પ્રાઈસ  2 કરોડ, વેચાયા 10.75 કરોડ), જોસ બટલર (બેઝ પ્રાઈસ  2 કરોડ, વેચાયા 15.75 કરોડ), મોહમ્મદ સિરાજ (બેઝ પ્રાઈસ  2 કરોડ, વેચાયા  12.25 કરોડ), પ્રસિદ્ધ કૃષ્ણા (બેઝ પ્રાઈસ  2 કરોડ, વેચાયા  9.50 કરોડ), નિશાંત સિંધુ (બેઝ પ્રાઈસ  30 લાખ, વેચાયા  30 લાખ), મહિપાલ લોમરોર (બેઝ પ્રાઈસ   50 લાખ, વેચાયા  1.70 કરોડ), કુમાર કુશાગ્ર (બેઝ પ્રાઈસ  30 લાખ, વેચાયા  65 લાખ), અનુજ રાવત (બેઝ પ્રાઈસ  30 લાખ, વેચાયા  30 લાખ), મનવ સુથર (બેઝ પ્રાઈસ  30 લાખ, વેચાયા  30 લાખ), વોશિંગ્ટન સુંદર (3.20 કરોડ).

આઈપીએલ 2025 મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ

IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget