GT vs CSK: આજે હાર્દિક અને રવિન્દ્ર જાડેજા વચ્ચે થશે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઇ સુપરકિંગ્સ સામે થશે
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઇ સુપરકિંગ્સ સામે થશે. ચેન્નઇનું અત્યાર સુધીનું પ્રદર્શન ખરાબ રહ્યુ છે તો ગુજરાત ટાઇટન્સ માટે તેની પ્રથમ સીઝન શાનદાર રહી છે. ચેન્નઇ આજની મેચ જીતી લય મેળવવાનો પ્રયાસ કરશે જ્યારે ગુજરાત ટાઇટન્સ પોતાના વિજય રથને આગળ વધારવા માંગશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ મેચમાં બંને ટીમો કઇ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ચેન્નઈ કોઈ ફેરફાર કરશે નહીં
ચેન્નઈએ છેલ્લી મેચ જીતી હતી. આ દરમિયાન ઉથપ્પા અને શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરી હતી. જોકે ઋતુરાજનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં તે આ મેચમાં ફોર્મ પરત આવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતની ટીમમાં થઇ શકે છે ફેરફાર
ગુજરાત માટે ઓપનર મેથ્યૂ વેડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં ટીમ ગુરબાઝને તેના બદલે તક આપી શકે છે. તેના આવવાથી ટીમને એક સારો ઓપનર પણ મળશે.
પિચ રિપોર્ટ
પ્રથમ બેટિંગ કરનાર ટીમે પુણેમાં IPL 2022 ની પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. બીજી ઈનિંગમાં બોલરો માટે ખાસ કોઈ સમસ્યા રહી નથી. ઝાકળની ગેરહાજરીને કારણે બોલરો તેનો ફાયદો ઉઠાવી શકે છે.
ગુજરાત મજબૂત છે
ચેન્નઈની ટીમ અનુભવી હોઈ શકે છે પરંતુ ગુજરાતે છેલ્લી કેટલીક મેચમાં સારો દેખાવ કર્યો છે. તેમના બોલરોએ શાનદાર બોલિંગ કરી છે. આવી સ્થિતિમાં ગુજરાત પાસે જીતવાની તક છે.
ચેન્નઇની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્રસિંહ ધોની, ડ્વેન બ્રાવો, મહીસ તીક્ષણા, જોર્ડન, મુકેશ ચૌધરી
ગુજરાતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુરબાજ,શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી, યશ દયાલ