GT vs CSK Live: ગુજરાતે ચેન્નાઈને 35 રનથી આપી હાર, મોહિત શર્માની 3 વિકેટ
GT vs CSK: ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આ 12મી મેચ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી પડશે.
LIVE
Background
IPL 2024, CSK vs GT: IPL 2024 ની 59મી મેચ શુક્રવારે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આ 12મી મેચ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી પડશે. પરંતુ તે પહેલા જાણી લો પીચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ અને અમદાવાદની હેડ ટુ હેડ.
અમદાવાદ પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સંતુલિત છે, જે ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંને માટે મદદરૂપ છે. આમાંથી રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે, બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે પરિસ્થિતિ વધુ અનુકૂળ બની જાય છે. કારણ કે બોલ બેટ્સમેનોને સપોર્ટ પૂરો પાડે છે. તેથી, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જેથી તે લક્ષ્યનો પીછો કરતી વખતે પાછળથી ફાયદો ઉઠાવી શકે.
અમદાવાદનું હવામાન
સાંજ સુધીમાં, અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે વાસ્તવિક તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. ભેજનું સ્તર 41% આસપાસ રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ શક્યતા નથી.
GT vs CSK હેડ ટુ હેડ
IPL ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યાર સુધીમાં કુલ 6 વખત સામસામે આવી ચુક્યા છે. આંકડા દર્શાવે છે કે બંને ટીમો સમાન સ્થિતિમાં છે, કારણ કે ગુજરાતે 3 મેચ જીતી છે અને ચેન્નાઈએ પણ 3 મેચ જીતી છે. જો કે આજે કઈ ટીમ વધુ સારું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અગાઉની મેચ
IPL 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતી. જેમાં બેંગલુરુએ 38 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ IPL 2024ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ સામે હતી. ચેન્નાઈએ આ મેચ 28 રને જીતી લીધી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત
ગુજરાતે મેચ જીતવા આપેલા 232ના ટાર્ગેટ સામે ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવી શકી હતી. જેથી ગુજરાતનો 35 રનથી વિજય થયો હતો. ધોની 11 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી મોહિત શર્મા 3 વિકેટ અને રાશીદ ખાને 2 વિકેટ ઝડપી હતી. ગુજરાતની જીત સાથે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે.
રાશિદ ખાને એક ઓવરમાં બે વિકેટ ઝડપી
રાશિદ ખાને 18મી ઓવરમાં બે વિકેટ લઈને ગુજરાતની જીત નિશ્ચિત કરી હતી. રાશિદે આ ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. ચેન્નાઈનો સ્કોર 8 વિકેટે 170 રન છે.
CSK ને લાગ્યો છઠ્ઠો ફટકો, શિવમ દુબે આઉટ
16.4 ઓવરના અંતે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 165 રન છે. શિવમ દુબે 21 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. મોહિતે તેની ત્રીજી વિકેટ લીધી હતી. જાડેજા 7 બોલમા 16 રન બનાવી રમતમાં છે.
મોઈન અલી પેવેલિયન પરત ફર્યો હતો
135ના કુલ સ્કોર પર ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી વિકેટ 15મી ઓવરના બીજા બોલ પર પડી હતી. મોઈન અલી 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તે મોહિત શર્માની બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. હવે મેચ સંપૂર્ણપણે ચેન્નાઈના હાથમાં છે.
ચેન્નાઈ 6 ઓવર પછી 43/3
કાર્તિક ત્યાગીએ છઠ્ઠી ઓવરમાં 10 રન આપ્યા હતા. પાવરપ્લે સમાપ્ત થયા બાદ ચેન્નાઈએ 3 વિકેટના નુકસાન પર 43 રન બનાવી લીધા છે. ડેરીલ મિશેલ 21 રન અને મોઈન અલી 18 રન સાથે રમી રહ્યા છે.