(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022 Best 11: બટલર-રાહુલ ઓપનર અને સેમસન કેપ્ટન, સીઝનની બેસ્ટ ઈલેવનમાં કોહલી-રોહિત નહી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન પૂરી થઈ ગઈ છે. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાત ટાઇટન્સે IPL 2022નું ટાઇટલ પોતાના નામે કરી લીધું
IPL 2022 Best XI: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન પૂરી થઈ ગઈ છે. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાત ટાઇટન્સે IPL 2022નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ગુજરાત ડેબ્યુ સિઝનમાં ચેમ્પિયન બનનાર બીજી ટીમ છે. આ પહેલાં રાજસ્થાને IPLની ઓપનિંગ સિઝનમાં ટાઈટલ જીત્યું હતું. ચાલો જાણીએ કે IPL 2022 ની શ્રેષ્ઠ ટીમ કેવી હોઈ શકે.
જોસ બટલર અને કેએલ રાહુલ ઓપનર બેટ્સમેનઃ
ઓરેન્જ કેપ વિજેતા જોસ બટલર અને ટુર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર KL રાહુલને IPL 2022 ની શ્રેષ્ઠ ઈલેવનમાં ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બટલરે IPL 2022માં 57.53ની એવરેજ અને લગભગ 150ની સ્ટ્રાઈક રેટથી 863 રન બનાવ્યા છે. આ સાથે જ, કેએલ રાહુલે 52ની એવરેજથી 616 રન બનાવ્યા છે.
આ ખેલાડીઓ મિડલ ઓર્ડરમાંઃ
મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન, હાર્દિક પંડ્યા અને લિયામ લિવિંગસ્ટોન જેવા વિસ્ફોટક બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. સેમસને ટૂર્નામેન્ટમાં 458, લિવિંગસ્ટોને 437 અને પંડ્યાએ 487 રન બનાવ્યા છે. આ સિવાય પંડ્યાએ જરૂર પડ્યે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
દિનેશ કાર્તિક અને રાશિદ ખાન ફિનિશર્સઃ
આ ટીમમાં દિનેશ કાર્તિક અને રાશિદ ખાન ફિનિશરની ભૂમિકા ભજવશે. આ બંને ખેલાડીઓએ આ સિઝનમાં પોતાની ટીમ માટે ઘણી મેચો એકલા હાથે જીતી છે. જરૂર પડ્યે વિસ્ફોટક બેટિંગ કરનાર રાશિદે બોલિંગમાં પણ 20 વિકેટ ઝડપી છે. તો દિનેશ કાર્તિકના બેટમાંથી 183.33ના સ્ટ્રાઈક રેટથી 330 રન નીકળ્યા હતા.
ઉમરાન, મોહસીન અને અર્શદીપ ફાસ્ટ બોલરઃ
IPL 2022માં સૌથી વધુ વિકેટ લેનાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ ટીમનો લીડ સ્પિનર છે. તો ઝડપી બોલિંગમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિક, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મોહસીન ખાનની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચહલે 27 અને ઉમરાને 22 વિકેટ ઝડપી છે.
આ સિઝનની શ્રેષ્ઠ ઈલેવનઃ જોસ બટલર, કેએલ રાહુલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, લિયામ લિવિંગસ્ટોન, દિનેશ કાર્તિક, રાશિદ ખાન, યુઝવેન્દ્ર ચહલ, મોહસીન ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.