CSK vs RCB: CSKએ પ્રથમ મેચ જીતી વિજયના શ્રીગણેશ કર્યા, જંગી સ્કોર સામે RCB 23 રને હાર્યું
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2022ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ જીતીને ચેન્નાઈએ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. સિઝનની સતત 4 મેચ હાર્યા બાદ આજે ચેન્નાઈએ પ્રથમ જીત મેળવી છે. ચેન્નાઈના બેટ્સમેન શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88)ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2022ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ 23 રનથી મેચ જીત્યું હતું.
ચેન્નાઈએ મજબૂત સ્કોર બનાવ્યોઃ
શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88)ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2022ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ઉથપ્પાએ 50 બોલમાં ચાર ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 88 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 20મી ઓવર નાખવા આવેલા હેજવુડના બોલ પર 15 રન બનાવ્યા. દુબે 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 95 રન બનાવીને અણનમ રહ્યો કારણ કે, ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા.
બેંગ્લોરની ખરાબ શરુઆતઃ
217 રનના પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની શરુઆત બહુ જ ખરાબ રહી હતી. કેપ્ટન ડુપ્લેસિસ (8), વિરાટ કોહલી (1), અનુજ રાવત (12) ખુબ સસ્તામાં જ પવેલીયન ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ શહબાઝ (41) અને પ્રભુદેસાઈ (34)એ બાજી સંભાળી હતી. ત્યાર બાદ દિનેશ કાર્તિકે 14 બોલમાં 34 રનની તોફાની બેટિંગ કરી હતી. પરંતુ દિનેશ કાર્તિક બ્રાવોના બોલ પર સિક્સર ફટકારવા જતાં RCBના કેપ્ટન રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. દિનેશ કાર્તિકના ગયા પછી બેંગ્લોરની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આમ બેંગ્લોર 23 રને મેચ હારી ગયું હતું