IPL 2022, DC vs RCB: કોહલીએ હવામાં છલાંગ લગાવી એક હાથે પકડ્યો અકલ્પનીય કેચ, જોઈને અનુષ્કા પણ થઈ ગઈ ખુશ, જુઓ વીડિયો
IPL 2022: સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી અનુષ્કા શર્મા પણ કોહલીનો આ શાનદાર કેચ જોઈને પોતાની ખુશી છુપાવી શકી નહીં.
IPL 2022, DC vs RCB: દિલ્હી સામેની મેચમાં RCB 16 રનથી જીત્યું, RCB માટે જીતનો હીરો દિનેશ કાર્તિક રહ્યો, જેણે માત્ર 34 બોલમાં અણનમ 66 રન બનાવ્યા. આ સિવાય મેક્સવેલે 34 બોલમાં 55 રન બનાવ્યા હતા. દિલ્હી સામેની મેચમાં ભલે કોહલી બેટથી કમાલ ન કરી શક્યો, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન તેણે દિલ્હીના કેપ્ટન ઋષભ પંતનો શાનદાર કેચ લઈને ચાહકોને ખુશ કરી દીધા હતા. આટલું જ નહીં, સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી અનુષ્કા શર્મા પણ કોહલીનો આ શાનદાર કેચ જોઈને પોતાની ખુશી છુપાવી શકી નહીં.
આ પણ વાંચોઃ IPL 2022: ગર્લફ્રેન્ડે પૂછ્યું હું કે આઈપીએલ.... બાદ મુંબઈ અને લખનઉની મેચમાં પોસ્ટર બતાવીને શખ્સે આપ્યો આ જવાબ
દિલ્હીની ટીમને આક્રમક બેટિંગ કરવાની હતી અને ઋષભ પંત બેટિંગનું ગિયર બદલી રહ્યો હતો ત્યારે સિરાજના એક બોલ પર એક્સ્ટ્રા કવર પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. દિલ્હીની ઇનિંગ્સની 16મી ઓવરના ત્રીજા બોલમાં પંતે એક મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. તેણે બોલને ઑફ-સ્ટમ્પની બહારથી એકસ્ટ્રા કવરની ઉપરથી ફટકારવાનો પ્રયાસ કર્યો. આ સમયે કોહલીએ બોલ પોતાની તરફ આવતો જોઈને યોગ્ય સમયે હવામાં કૂદકો માર્યો અને એક હાથે અકલ્પનીય કેચ પકડ્યો હતો.
The one-handed catch by KING KOHLI! 🔥😱#ViratKohli #IPL2022 pic.twitter.com/4dJizYEiup
— Jay (@bhavsarJ2_0) April 16, 2022
કોહલીનો આ કેચ જોઈને આખું સ્ટેડિયમ કોહલી-કોહલીના નામથી ગુંજી ઉઠ્યું હતું. આ સિવાય સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા પણ કેચ પર પ્રતિક્રિયા આપ્યા વગર રહી શકી નહીં. કેચ લીધા પછી, કોહલીએ પત્ની તરફ વિજયનું નિશાની કરીને તેની ઉજવણી કરી. અનુષ્કા શર્માની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Whatttt a catch that was...@AnushkaSharma is very lucky because your KING @imVkohli is never miss any chance to impress you..😍
— Manthan shah (@manthanshah1212) April 16, 2022
Moment of the match..❤️#DCvsRCB #royalchallengersbangalore pic.twitter.com/fPLJcKz83D
What a catch😱 @imVkohli @AnushkaSharma #ViratKohli #ViratKohli𓃵 #RCBvsDC pic.twitter.com/ZqVcsnM96d
— VIRATIAN (@viratiansurya) April 16, 2022
Kohli just takes a catch and the whole crowd wents berserk🥺. Imagine the day when he will score a century, entire stadium will be on 🔥🔥🔥
— 🕊✨ (@unlike_moon) April 16, 2022
#RCBvsDC #KingKohli pic.twitter.com/qf91WLaG5y
What a catch by virat kohli !
— HARDIK (@Viratko66401481) April 16, 2022
He gives sign to anushka sharma ...👌👑 #ViratKohli𓃵 #RCBvsDC pic.twitter.com/HgVgHOIbU9
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)