શોધખોળ કરો

IPL 2022 Final: ગુજરાત સામે 25 રન બનાવતા જ જોસ બટલર બનાવશે આ ખાસ રેકોર્ડ, જાણો

આજે IPL 2022 ની ફાઈનલ  (IPL 2022 Final) મેચ રમાશે. આ મુકાબલો ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને  રાજસ્થાન (Rajasthan Royals) ની વચ્ચે રાત્રે 8 વાગ્યે શરુ થશે.

GT vs RR Final: અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) આજે IPL 2022 ની ફાઈનલ  (IPL 2022 Final) મેચ રમાશે. આ મુકાબલો ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને  રાજસ્થાન (Rajasthan Royals) ની વચ્ચે રાત્રે 8 વાગ્યે શરુ થશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ગુજરાત તેની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતવા ઈચ્છશે તો રાજસ્થાન 14 વર્ષ બાદ ચેમ્પિયન બનવા ઈચ્છશે. આ નિર્ણાયક મેચમાં રાજસ્થાનના ઓપનર જોસ બટલર ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આવું કરનાર તે આઈપીએલના ઈતિહાસમાં બીજો બેટ્સમેન બની જશે.

વાસ્તવમાં જોસ બટલરે IPL 2022માં અત્યાર સુધી 16 મેચોમાં 58.86ની એવરેજ અને 151.47ની સ્ટ્રાઈક રેટથી 824 રન બનાવ્યા છે. જો તે ફાઈનલ મેચમાં 25 રન બનાવી લે છે તો આ સિઝનમાં તેના 849 રન થઈ જશે. તે IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બની શકે છે. આ કિસ્સામાં, તે ડેવિડ વોર્નરને પાછળ છોડી દેશે. વોર્નરે IPL 2016માં 848 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ તે જ વર્ષે 973 રન બનાવ્યા હતા. જો આજની મેચમાં બટલરનું બેટ ચાલશે તો તે વોર્નરને પાછળ છોડી દેશે.

IPL સિઝનમાં સૌથી વધુ રન

જોસ બટલર - 824*
ડેવિડ વોર્નર - 848
વિરાટ કોહલી - 973

ગેલની બરાબરી કરવાની તક

આ સાથે જોસ બટલર આજની મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેણે IPL 2022માં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. રાજસ્થાનનો આ ઓપનર પણ શાનદાર લયમાં છે. આવી સ્થિતિમાં, જો તે આજની મેચમાં સદી ફટકારે છે, તો તે IPLની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. અત્યારે તે વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. સદી ફટકારતાની સાથે જ તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. આઈપીએલમાં બટલરે અત્યાર સુધીમાં 5 સદી ફટકારી છે. જો તે ફાઈનલ મેચમાં સદી ફટકારશે તો તે ક્રિસ ગેલની બરાબરી કરશે. આઈપીએલના ઈતિહાસમાં ગેઈલે 6 સદી ફટકારી છે.

IPLમાં સૌથી વધુ સદી

ક્રિસ ગેલ - 6 સદી
વિરાટ કોહલી/જોસ બટલર - 5 સદી
શેન વોટસન, ડેવિડ વોર્નર, કેએલ રાહુલ - 4 સદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Embed widget