(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: ગુજરાત - લખનૌની મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી સોશિયલ મીડિયામાં છવાયા આ ખેલાડીઓ, જાણો સહેવાગે શું કહ્યું
ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે પોતાની ડેબ્યુ મેચ રમી હતી. આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી.
ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે પોતાની ડેબ્યુ મેચ રમી હતી. આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી. ગુજરાતની ટીમે મેચ જીતી લઈને આઈપીએલની શરુઆત કરી છે ત્યારે આ મેચમાં બંને ટીમોના ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સના દિલ જીત્યાં હતા. આ ખેલાડીઓમાં ગુજરાત ટાઈટન્સના મહોમ્મદ શમી, હાર્દીક પંડ્યા રાહુલ તેવતીયા, શુભમન ગીલ જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના દિપક હુડ્ડા, આયુષ બડોની, કૃણાલ પંડ્યા આ મેચના સ્ટાર સાબિત થયા હતા. મેચ પૂર્ણ થયા બાદ મહોમ્મદ શમીને પોતાની 3 વિકેટ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું હતું.
મેચની શરુઆતમાં બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમની શરુઆત ખરાબ રહી હતી. આ દરમ્યાન ગુજરાતની ટીમના શુભમન ગિલે એક શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શુભમનના આ કેચને આઈપીએલના ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ ગણાવાયો હતો.
😱 What a Catch @ShubmanGill 👏👏👏👏👏👏👏 #IPL2022 ❤ pic.twitter.com/EqWe25heTW
— 🦋 Sathya🎱 (@Sathyaaaa8) March 28, 2022
ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર શમીની બોલિંગની પ્રસંશા ચારે કોર થઈ હતી. વૈંકટેશ પ્રસાદે શમીની પ્રસંશા કરતાં લખ્યું કે, પાવર પ્લેની ઓવરમાં શમી નવા બોલ સાથે કેટલો ઘાતક છે તેણે એ સાબિત કર્યું છે.
Dream spell from Shami.
— Venkatesh Prasad (@venkateshprasad) March 28, 2022
His bowling in the powerplay ober the years just shows what an outstanding exponent of the new ball he is. Gujarat need him to be at his best along with Rashid . #LSGvsGT
મેચના હિરો રાહુલ તેવતીયાના વખાણ કરતાં વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે, તેવતીયા એક ક્રાંતિ છે, સામેની ટીમમાં અશાંતિ છે. આ સાથે સહેવાગે ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોનીની પ્રસંશા પણ કરી હતી.
Tewatia Ek kranti hai, saamne waali team mein ashaanti hai.
— Virender Sehwag (@virendersehwag) March 28, 2022
All hail Lord Tewatia.
Fantastic win for Gujarat.
Great to see the debutant Indians from both teams Ayush Badoni and Abhinav Manohar showing their skills. #LSGvsGT pic.twitter.com/ChLjFCGygJ
લખનૌની ટીમનો કેપ્ટન કે. એલ. રાહુલ મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ અંગે એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લે જ્યારે રાહુલ પ્રથમ બોલ પર આઉટ થયો હતો ત્યારે તે સીઝનમાં તેણે 973 રન ફટકાર્યા હતા.
Fact:- Last time KL Rahul was dismissed for a Golden Duck in IPL , a batsman scored 973 runs in the same season#IPL2022 #ViratKohli𓃵 @TrendRCB
— Dravid in air (@Dravidsrihari) March 28, 2022
ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોની વિશે ક્રિકબઝે ટ્વીટ કર્યું હતું કે, કે.એલ રાહુલ કહે છે કે, આયુષ બડોની અમારા માટે બેબી એબી ડિવીલીયર્સ છે.
KL Rahul about Ayush Badoni - He is the baby AB for us.#GTvLSG #IPL2022 #CricketTwitter #IPL #AyushBadoni pic.twitter.com/WDkrx84dLS
— Cricbuzz (@cricbuzz) March 28, 2022