IPL 2022: આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સ કરેશ ડેબ્યૂ, લખનઉ સામે રમશે પ્રથમ મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL Update: હાર્દિક પંડ્યા ટીમની સાથે કેપ્ટન તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.
IPL 2022: ક્રિકેટના મહાકુંભ આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલની ચાલુ સીઝનમાં આટના બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બે નવી ટીમો છે. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ આજે યોજાનારી મેચ સાથે IPL માં ડેબ્યૂ કરશે. આવી સ્થિતિમાં આ બંને રાજ્યોના ચાહકો મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
હાર્દિક પંડ્યાનું કેપ્ટન તરીકે ડેબ્યૂ
હાર્દિક પંડ્યા ટીમની સાથે કેપ્ટન તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જ્યારે કેએલ રાહુલ નવી ફ્રેન્ચાઇઝી સાથે કમનસીબનું લેબલ દૂર કરવા માંગશે કારણ કે તે પંજાબ કિંગ્સ માટે રમતી વખતે બેટથી સારું પ્રદર્શન કરી શક્યો હતો પરંતુ ટીમનું પ્રદર્શન બહુ સારું નહોતું.
કઈ ચેનલ પરથી મેચનું થશે ટેલિકાસ્ટ
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ 7.30 કલાકથી થશે. જિયો અને ડિઝની હોટ સ્ટાર પરથી સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
લખનઉ સુપર જાયન્ટ્સ સંભવિત-11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (ડબલ્યુકે), એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, દુષ્મંત ચમીરા, અંકિત રાજપૂત, અવેશ ખાન, રવિ બિશ્નોઈ
ગુજરાત ટાઇટન્સ સંભવિત-11: શુભમન ગિલ, મેથ્યુ વેડ (Wk), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, વરુણ એરોન, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન.
આ પણ વાંચોઃ
Coronavirus Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત