શોધખોળ કરો

LSG vs SRH, Match Highlights:  આવેશ ખાને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી, લખનઉની સતત બીજી જીત

IPL 15માં લખનઉની ટીમને સતત બીજી જીત મળી છે. તેણે હૈદરાબાદને 12 રને હરાવ્યું. આ મેચ જીત્યા બાદ લખનઉના ચાર પોઈન્ટ થઈ ગયા છે.

IPL 15માં લખનઉની ટીમને સતત બીજી જીત મળી છે. તેણે હૈદરાબાદને 12 રને હરાવ્યું. આ મેચ જીત્યા બાદ લખનઉના ચાર પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ હૈદરાબાદે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદની આ સતત બીજી હાર છે.

હૈદરાબાદના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા

170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમનો ઓપનર અભિષેક શર્મા માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારપછી કેપ્ટન કેન પણ કંઈ અદભૂત ન કરી શક્યો અને 16 રન બનાવીને આઉટ થઈ ગયો.

તેના આઉટ થયા બાદ રાહુલ અને માર્કરામે ટીમની કમાન સંભાળી હતી. રાહુલ ત્રિપાઠી 44 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પૂરન અને સુંદરે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂરન 34 રને આઉટ થયા બાદ કોઈ પણ બેટ્સમેન ખાસ કંઈ કરી શક્યા ન હતા અને હૈદરાબાદને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉના  અવેશ ખાને 24 રનમાં 4 વિકેટ લીધી હતી.

રાહુલ અને હુડ્ડાના જોર પર મજબૂત સ્કોર બનાવ્યો

લખનઉની ટીમ માટે શરૂઆત બહુ ખાસ રહી ન હતી. ટીમની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 27 રનમાં જ પડી ગઈ હતી. જે બાદ કેપ્ટન કેએલ રાહુલ (68) અને દીપક હુડ્ડાએ (51) ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 87 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની ઇનિંગ્સના આધારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRG)ને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉ  20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. હૈદરાબાદના વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ અને ટી નટરાજને બે-બે વિકેટ લીધી હતી.

મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ની 12મી મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું. આવેશ ખાને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 157 રન બનાવી શકી હતી. આ રોમાંચક મુકાબલામાં લખનઉનો 12 રને વિજય થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત
Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે

ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

Embed widget