RR vs RCB Score: રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીત
રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Background
રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એક તરફ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સએ અત્યાર સુધીની સિઝનમાં બંને મેચ જીતી છે અને શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આરસીબીએ અત્યાર સુધી એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમો આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે.
અત્યાર સુધી રાજસ્થાન અને બેંગલોર વચ્ચે આઈપીએલમાં કુલ 24 મેચો રમાઈ છે. આ 24 મેચોમાંથી 12 મેચોમાં RCBની જીત થઈ છે જ્યારે 10 મેચોમાં રાજસ્થાનની ટીમ જીતી હતી. 2 મેચોમાં કોઈ પરીણામ નહોતું આવ્યું. આમ જોઈએ તો આરસીબીનું પલ્લું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની અંદાજમાં આગળ વધી રહી છે અને બંનો મેચો જીતી લીધી છે. જેથી રાજસ્થાનને માત આપવી આરસીબી માટે મુશ્કેલ પડકાર ગણી શકાય.
બેંગ્લુરુની 4 વિકેટથી જીત થઈ
આઈપીએલ 2022ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં બેંગ્લુરુની 4 વિકેટથી જીત થઈ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 3 વિકેટે 169 રન બનાવ્યા હતા. બેંગ્લુરુએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિનેશ કાર્તિકે 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ લથડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ લથડી રહી છે 87 રનમાં 5 વિકેટ ગુમાવી દિધી છે. યુઝવેન્દ્ર ચહલે ડેવિડ વિલીને બોલ્ડ કર્યો હતો. બેંગ્લુરુએ 12.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 87 રન બનાવી લીધા છે.



















