CSK vs RCB: આજે ચેન્નાઈ અને આરસીબીની મેચમાં આ 4 ખેલાડીઓ બનાવી શકે છે આ અનોખા રેકોર્ડ્સ
IPL 2022: આઈપીએલમાં આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાની ટીમ સિઝનની પહેલી મેચ જીતવા માટે રમવા ઉતરશે.
IPL 2022: આઈપીએલમાં આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજાની ટીમ સિઝનની પહેલી મેચ જીતવા માટે રમવા ઉતરશે. બીજી તરફ ફાફ ડૂ પ્લેસિસની આગેવાનીમાં RCBની ટીમ આ મેચ જીતીને પોઈંટ ટેબલમાં ઉપર પહોંચવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમોમાં ઘણા જોરદાર ખેલાડીઓ છે જે મેચનો અંદાજ પલટવામાં સક્ષમ છે. આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાનાર આ મેચમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સહિત ઘણા ખેલાડી અનોખા રેકોર્ડ બનાવી શકે છે.
1. ચેન્નાઈના બેટ્સમેન અંબાતી રાયડુ બેંગ્લોર સામે આ મેચમાં નવો મુકામ મેળવી શકે છે. અંબાતી રાયડુ આઈપીએલમાં 4000 રન પુરા કરવામાં ફક્ત 2 રન દૂર છે. આ મેચમાં બે રન કર્યા બાદ રાયડુ 4 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓની યાદીમાં આવી જશે.
2. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સીનિયર ખેલાડી દિનેશ કાર્તિક પાસે પણ આ મેચમાં નવો રેકોર્ડ બનાવવાની તક છે. કાર્તિક ટી20 ક્રિકેટમાં 200 સિક્સર પુર્ણ કરવામાં ફક્ત 1 સિક્સર દૂર છે. આ સિવાય વિકેટકીપરની ભૂમિકામાં રમતા દિનેશ કાર્તિકે આઈપીએલમાં 150 વિકેટ ઝડપવામાં ફક્ત 1 વિકેટ દુર છે. આજે કાર્તિક પાસે બે રેકોર્ડ બનાવવાની સુંદર તક છે.
3. સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1 હજાર રન પુરા કરવામાં 52 રન દુર છે. જો આજે કોહલીનું બેટ આ મેચમાં ચાલી ગયુ અને અર્ધશતક ફટકારશે તો, કોહલી આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
4. ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર મોઈન અલી ટી20 ક્રિકેટમાં 150 વિકેટ પુરી કરવામાં ફક્ત 1 વિકેટ દૂર છે. બેંગ્લોર સામેની આજની મેચમાં એક વિકેટ ઝડપતાં જ મોઈન અલી આ રેકોર્ડ બનાવી લેશે.