MI vs CSK: આજની મેચ બુમરાહ-ઉથપ્પા માટે મહત્વની, મેળવી શકે છે આ મોટી ઉપલબ્ધિ, જાણો
ચેન્નાઇ વિરુદ્ધ રમાનારી આ મેચ જસપ્રીત બુમરાહ માટે ખાસ રહેશે, કેમકે આ તેની કેરિયરની 200મી મેચ છે. તેને અત્યાર સુધી 199 ટી20 મેચો રમી છે,
MI vs CSK: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સની સ્થિતિ એકદમ ખરાબ થઇ ગઇ છે. 15મી સિઝનમાં રમેલી તમામ 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને આજે વધુ એક મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમવાની છે. બીજીબાજુ ચેન્નાઇની ટીમ પણ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. આજની મેચમાં રોહિતની મુંબઇ સામે જાડેજાની ચેન્નાઇની જોરદાર ટક્કર જોવા મળશે. જોકે, બીજી ખાસ વાત છે કે બુમરાહ અને ઉથપ્પા માટે આજની મેચમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાની તક છે.
ચેન્નાઇ વિરુદ્ધ રમાનારી આ મેચ જસપ્રીત બુમરાહ માટે ખાસ રહેશે, કેમકે આ તેની કેરિયરની 200મી મેચ છે. તેને અત્યાર સુધી 199 ટી20 મેચો રમી છે, અને 242 વિકેટો ઝડપી છે. બુમરાહે 57 ઇન્ટરનેશનલ ટી20 મેચો રમી છે, આ દરમિયાન તેને 67 વિકેટો ઝડપી છે, બુમરાહે આઇપીએલમાં 112 મેચો રમી છે અને આ દરમિયાન તેને 134 વિકેટો ઝડપી છે.
વળી, બીજુબાજુ અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પા માટે પણ આ મેચ ખાસ રહેવાની છે, રોબિન ઉથપ્પાની પણ આ આઇપીએલની 200મી મેચ હશે. આ ટૂર્નામેન્ટમાં તેને કેટલીય વાર ખતરનાક બેટિંગ કરીને ટીમને જીત અપાવી છે. ઉથપ્પાએ અત્યાર સુધી 199 મેચોમાં 4919 રન બનાવ્યા છે, તેની પાસે આ મેચમાં 5000 રન પુરા કરવાનો પણ મોકો છે. ઉથપ્પાનો આ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કૉર 88 રન રહ્યો છે, તેને આમાં 27 ફિફ્ટી ફટકારી છે.
આ પણ વાંચો.......
IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત