(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: લલિત યાદવના બોલ પર ઋષભ પંતે શિખર ધવનનો કેચ ઝડપ્યો, અદ્ભૂત કેચનો વીડિયો વાયરલ
IPL 2022ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પંજાબ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2022ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પંજાબ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પંજાબનો ઓપનર શિખર ધવન ખાસ રન બનાવી શક્યો ન હતો અને વહેલો આઉટ થયો હતો. દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર ઋષભ પંતે શિખર ધવનનો અદ્ભૂત કેચ પકડ્યો હતો. જે બાદ બધા પંતની વિકેટકીપિંગના વખાણ કરી રહ્યા છે.
પંતે શાનદાર કેચ કર્યોઃ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર ધવન અને મયંકે પ્રથમ વિકેટ માટે 3.4 ઓવરમાં 33 રન બનાવ્યા હતા. આ દરમિયાન ધવન લલિત યાદવના બોલ પર શોટ રમવાની કોશિશમાં પંતના હાથે કેચ આઉટ થયો હતો. પંતના આ કેચના હવે દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ધવન આજની મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 10 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. આ 9 રનમાં એક ચોગ્ગાનો સમાવેશ થાય છે.
શિખર ધવનના આઉટ થયા બાદ કેપ્ટન મયંક પણ પીચ ઉપર લાંબો સમય ટકી શક્યો ન હતો અને ટીમના સ્કોરમાં માત્ર ત્રણ રન ઉમેર્યા બાદ આઉટ થયો હતો. મયંક અગ્રવાલે 15 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી.
— Ashutosh Singh (@ashupratap18) April 20, 2022
દિલ્હીએ ટોસ જીત્યો હતોઃ
આ પહેલાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ મિશેલ માર્શની જગ્યાએ સરફરાઝને તક આપી છે. આ સિવાય પંજાબે નાથન એલિસને ટીમમાં સામેલ કર્યો છે. પંજાબે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં ત્રણમાં જીત અને ત્રણમાં હાર થઈ છે. આ સાથે જ દિલ્હીએ પાંચ મેચમાંથી બેમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.