PBKS vs SRH: આજે પંજાબ કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?
આ મેચમાં બંન્ને ટીમો પોતાની ચોથી જીત મેળવવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી બંન્ને ટીમોનું પ્રદર્શન સીઝનમાં સારુ રહ્યુ છે જેથી મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે.
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની ચોથી જીત મેળવવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી બંન્ને ટીમોનું પ્રદર્શન સીઝનમાં સારુ રહ્યુ છે જેથી મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે. તો ચાલો જાણીએ કે આ મેચમાં પિચ કેવી હોઇ શકે છે અને બંન્ને ટીમનૂ શું હાલત હશે અને કયા 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકે છે.
પંજાબની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે
પંજાબે છેલ્લી મેચ જીતી હતી. આવી સ્થિતિમાં ટીમમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે. જો કે ફરી એકવાર બધાની નજર ધવન પર રહેશે. પંજાબની સફળતાનો ઘણો આધાર ધવન પર છે. આવી સ્થિતિમાં જો તે સારો દેખાવ કરશે તો હૈદરાબાદ માટે મુશ્કેલી વધી જશે.
હૈદરાબાદમાં ફિનિશર્સનો અભાવ
કોલકત્તા સામે રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામે શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે હૈદરાબાદને આસાન જીત મળી હતી. જો કે આ પછી પણ ટીમમાં ફિનિશરનો અભાવ છે. જેનો પંજાબની ટીમ ફાયદો ઉઠાવી શકે છે.
પિચની સ્થિતિ
આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં હળવો બાઉન્સ મળે છે. પહેલા બેટિંગ કરનાર ટીમ ઓછામાં ઓછા 170 રનનો સ્કોર બનાવે છે. જોકે, આ પીચ પર બોલર અને બેટ્સમેન બંનેને મદદ મળે છે. આવી સ્થિતિમાં મેચમાં ટક્કર થવાની આશા છે.
હૈદરાબાદ પાસે જીતવાની તક છે
હૈદરાબાદે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે. આ સિવાય ટીમે ફરી એકવાર પોતાની લય હાંસલ કરી છે. આવી સ્થિતિમાં પંજાબ માટે તેમને રોકવું મુશ્કેલ બનશે કારણ કે પંજાબ સતત પ્રદર્શન કરી શક્યું નથી.
હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરમ, શશાંક સિંહ, જગદીશ સુચિત, ભૂવનેશ્વર કુમાર, માર્કો યેનસન, ઉમરાન મલિક, ટી. નટરાજન.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેયરસ્ટો, લિયમ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, કગિસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ