IPL 2022 Point Table: આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોચ પર, ઓરેન્જ-પર્પલ કેપ પર રાજસ્થાનનું વર્ચસ્વ
IPL Point Table: હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. હાર્દિક પણ બેટથી શાનદાર રમત બતાવી રહ્યો છે.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ફરી ટોચ પર પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. હાર્દિક પણ બેટથી શાનદાર રમત બતાવી રહ્યો છે.
રાજસ્થાનના ખેલાડીઓએ પણ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 18 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.
પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ
ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ સાથે આઈપીએલ 2022 પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે. ગુજરાતે 7 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી છે અને 1માં હાર થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10-10 પોઇન્ટ છે પરંતુ નેટ રન રેટના આધારે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે. લખનઉ સુપર જાયટન્સ 8 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના 6-6 પોઇન્ટ છે પણ નેટ રન રેટના આધારે અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે છે. ચેન્નઈ નવમાં અને મુંબઈ ઈન્ડિન્સ 10માં ક્રમે છે.
Toh hum yahan hai 🔝🤩🙌#SeasonOfFirsts #AavaDe #TATAIPL pic.twitter.com/9rif7DVMX6
— Gujarat Titans (@gujarat_titans) April 24, 2022
ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાનનો દબદબો
આઈપીએલ પોઈન્ટ ટેબલમાં બીજા રહેલી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન અને બોલર આ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે. જેના કારણે ઓરેન્જ અને પર્પલ કેપ પર આ ટીમના ખેલાડીઓનો દબદબો છે.
ઓરેન્જ કેપ
રાજસ્થાનનો જોસ બટલર 7 મેચમાં 491 રન સાથે ઓરેન્જ કેપમાં ટોચ પર છે. બટલર ચાલુ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ત્રણ સદી ફટકારી છે. ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા 6 મેચમાં 295 રન સાથે બીજા ક્રમે છે. લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ 7 મેચમાં 265 રન સાથે ત્રીજા ક્રમે છે.
પર્પલ કેપ
રાજસ્થાનનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 7 મેચમાં 18 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. ટી નચરાજન 7 મેચમાં 15 વિકેટ સાથે બીજા અને કુલદીપ યાદવ 7 મેચમાં 13 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.