શોધખોળ કરો

MI vs LSG : શું લખનઉ સામે મુંબઇ ખોલી શકશે જીતનું ખાતુ? જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?

મુંબઇ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે માત્ર એક ચમત્કાર જ તેને પ્લેઓફમાં પહોંચાડી શકશે.

મુંબઈ: પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે મેચ રમાશે. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધીની સાતેય મેચ હારી ચૂક્યું છે. પાંચ વખતના ચેમ્પિયન માટે અત્યાર સુધી કંઈપણ સારુ રહ્યુ નથી. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે માત્ર એક ચમત્કાર જ તેને પ્લેઓફમાં પહોંચાડી શકશે.

બીજી તરફ લખનઉની ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધીમાં સાતમાંથી ચાર મેચ જીતી છે પરંતુ છેલ્લી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 18 રનથી હાર મળી હતી. જો કે, લખનએ પ્રથમ તબક્કાની મેચમાં મુંબઈને 18 રને હરાવ્યું હતું, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધુ હશે. એક સિઝનમાં પ્રથમ સાત મેચ હારી જનારી મુંબઈ પ્રથમ ટીમ છે. ટીમની છેલ્લી મેચ બાદ રોહિતે કહ્યું, “કોઈની સામે આંગળી ઉઠાવવી મુશ્કેલ છે, પરંતુ અમે મેચની શરૂઆત સારી રીતે કરી રહ્યા નથી. જો તમે વહેલી વિકેટ ગુમાવો છો, તો તે નુકસાન છે."

બેટ્સમેનોના ફ્લોપ શોના કારણે મુંબઈની મુશ્કેલીઓ વધી ગઈ

મુંબઈના ખરાબ પ્રદર્શનનું એક કારણ ઓપનર રોહિત અને ઈશાન કિશનનું ખરાબ ફોર્મ છે. બંને ચેન્નઈ સુપર કિંગ્સ સામે ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રોહિતે 114 અને ઈશાને 191 રન બનાવ્યા છે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે કેટલીક સારી ઇનિંગ્સ રમી છે, જ્યારે યુવા ડેવાલ્ડ બ્રેવિસ પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. મિડલ ઓર્ડરના તમામ બેટ્સમેનોએ સાથે મળીને સારો દેખાવ કરવાની જરૂર છે. ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ અત્યાર સુધી માત્ર 96 રન બનાવી શક્યો છે.

મુંબઈની બોલિંગ બિનઅસરકારક

બોલિંગમાં મુંબઈનો મુખ્ય આધાર જસપ્રિત બુમરાહ છે. પરંતુ બાકીના બોલરો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. ડેનિયલ સેમ્સે ચેન્નઈ સામે ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ જયદેવ ઉનડકટ છેલ્લી ઓવરમાં 17 રનનો બચાવ કરી શક્યો નહોતો. ટાઇમલ મિલ્સ, બેસિલ થમ્પી અને સ્પિનર ​​મુરુગન અશ્વિન મેચ વિનિંગ પ્રદર્શન કરી રહ્યા નથી.

લખનઉની મજબૂત બેટિંગ

લખનઉની બેટિંગ મજૂબત છે. બંન્ને વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં કેએલ રાહુલે 60 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. ટીમનો બીજો ઓપનર ક્વિન્ટન ડી કોક પણ સારા ફોર્મમાં છે. કૃણાલ પંડ્યા ,આયુષ બદોની , દીપક હુડાએ સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલવાની જરૂર છે. બોલિંગમાં ફાસ્ટ બોલર અવેશ ખાન અને સ્પિનર ​​રવિ બિશ્નોઈ સારો દેખાવ કરી રહ્યા છે જ્યારે ટીમ પાસે બે ઉપયોગી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને માર્કસ સ્ટોઈનિસ છે.

લખનઉ સુપરજાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, કૃષાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બડોની, માર્ક્સ સ્ટોઇનિસ, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, આવેશ ખાન, રવિ બિન્શ્નોઇ

મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, ઋત્વિક પોલાર્ડ, ડેનિયલ સૈમ્સ, રિલે મેરેડિથ, જયદેવ ઉનાડકટ, જસપ્રીત બુમરાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget